તમારા માટે કેળાની છાલ પણ ઘણી ઉપયોગી છે, ફાયદા જાણીને તેને ફેંકવાનું બંધ કરી દેશો…

સ્વાસ્થ્ય

દોસ્તો કેળા દરેકના મનપસંદ ફળની યાદીમાં સામેલ હોય છે. કેળા ટેસ્ટી હોવા ઉપરાંત હેલ્ધી પણ હોય છે. આપણે કેળા ખાઈએ છીએ પણ તેની છાલ ફેંકી દઈએ છીએ. અત્યાર સુધીમાં તમે નહીં જાણતા હશો કે કેળાની જેમ તેની છાલમાં પણ અનેક ગુણો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ચાલો જાણીએ કેળાની છાલમાં કયા ગુણો રહેલા છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

કેળાની છાલમાં સેરોટોનિન હોર્મોન ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. સેરોટોનિન મૂડ સુધારે છે અને તમને ખુશ રાખે છે. જો તમે કેળાની છાલ 3 દિવસ સુધી ખાઓ તો સેરોટોનિનનું પ્રમાણ 15 ટકા વધી જાય છે. તે શરીરને આરામ આપે છે, તેને ખાવાથી સારી ઊંઘ પણ આવે છે.

આપણે જાણીએ છીએ કે કેળા ફાઈબરનો સારો સ્ત્રોત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફળ કરતાં કેળાની છાલમાં વધુ માત્રામાં ફાઈબર જોવા મળે છે. ફાઈબર પાચન તંત્ર માટે ફાયદાકારક છે. તેનાથી પેટ પણ સાફ થાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.

કેળાની છાલમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. કેળાની છાલથી નખ, ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.

કેળાની છાલમાં રહેલા તત્વો લોહીને સાફ કરવામાં મદદરૂપ છે. તે રક્ત કોશિકાઓના ભંગાણને અટકાવે છે અને તેમને મજબૂત બનાવે છે. કાચા કેળાની છાલ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

કેળાની છાલ ખાવાથી આંખોની રોશની મજબૂત થાય છે. કેળામાં લ્યુટીન જોવા મળે છે. વળી લ્યુટીનનો ઉપયોગ આંખોની રોશની વધારવા માટે થાય છે