સાપ્તાહિક રાશિફળઃ 12 થી 18 જુલાઈ 2020

મેષ

શરૂઆતનો તબક્કો ગુંચવાડા ભર્યો જ્યારે અંતિમ તબક્કો સ્પષ્ટતા અને પારદર્શકતાનો હોવાથી આ સપ્તાહ તમારે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને પસાર કરવાનું છે. સપ્તાહની શરૂઆત મિલકતને લગતા નિર્ણયો લેવામાં સાવચેત રહેવું. પ્રોફેશનલ મોરચે કોઇની પણ સાથે ગેરસમજ ટાળવા માટે આપના મૌખિક કે લેખિત કમ્યુનિકેશનમા કાળજી રાખવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં આપના કાર્યભારમાં પરિવર્તન જોવા મળી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ શરૂઆતનો સમય તણાવભર્યો રહેશે પરંતુ અંતિમ ચરણમાં કમાણી માટે તમે નવા નવા પ્રયાસો કરો અને તેમાં સફળતાની શક્યતા પણ વધુ છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં શરૂઆતમાં વધુ મહેનત કરવી પડશે. સપ્તાહના મધ્યમાં સામાન્ય અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે બહેતર સમય છે. પ્રેમસંબંધો માટે પહેલા દિવસે કંઇક ન કરવામાં તમારી ભલાઇ છે. તે પછીના સમયમાં સંબંધોમાં સામીપ્ય લાવવા માટે સારી તકો મળે. વૈવાહિક જીવનનો ખરો અર્થ શોધવા માટે આ સપ્તાહ સારું સાબિત થાય. શરૂઆતમાં એક દિવસ છાતીમાં ઇન્ફેક્શન, પીઠ અને ખભાનો દુખાવો થઇ શકે છે. ઉંઘના અભાવે આપ માનસિક અસ્વસ્થતામાંથી પસાર થશો. સપ્તાહના અંતમાં સારા લોકોને મળવાનુ થાય તથા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો.

વૃષભ

આ સપ્તાહે તમે સંબંધોમાં અને પ્રોફેશનલ મોરચે સંતુલન રાખવામાં મોટાભાગનો સમય ખર્ચશો. છતાં પણ ઉત્તરાર્ધમાં જો આયોજનપૂર્વક આગળ વધશો તો પોતાની જાત માટે સમય આપી શકો છો. પ્રોફેશનલ કાર્યોમાં શરૂઆત સારી જણાઈ રહી છે. તમે નવીનત્તમ વિચારો સાથે કામકાજોમાં આગળ વધશો. સપ્તાહના મધ્યમાં થોડી આળસ તમને અવરોધવાનો પ્રયાસ કરશે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં તમે આળસ ખંખેરીને પુરા જોશ અને ઉત્સાહ સાથે આગળ વધી શકો છો. સહિયારા સાહસો, સંયુક્ત કરારો વગેરે માટે છેલ્લા ત્રણ દિવસ બહેતર છે. વિદ્યાર્થી જાતકો પહેલા બે દિવસમાં અભ્યાસમાં ઘણું ધ્યાન આપે પરંતુ તે પછીના સમયમાં તમને અભ્યાસમાં કોઇપણ પ્રકારે અવરોધોની શક્યતા છે. કદાચ સ્વાસ્થ્ય પણ તમારા માટે અવરોધનું કારણ બની શકે છે. સપ્તાહની શરૂઆતમાં આપના પ્રેમસંબંધોમાં વિશેષ સામીપ્ય રહેશે. તમે પ્રિયપાત્ર તરફ વધુ આકર્ષાવ. જોકે મધ્યનો સમય થોડો સાચવવા જેવો હોવાથી શક્ય હોય તો મુલાકાતો અથવા વધુ પડતો સમય સાથે રહેવાનું ટાળજો. છેલ્લા ચરણમાં તમે વિજાતીય મિત્રો અને પોતાના સમાજમાં વધુ સક્રિય બનશો. સપ્તાહના મધ્યમાં અનિયમિત રીતે આહાર લેવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે. બિનજરૂરી તણાવને દૂર કરવા માટે પૂરતો આરામ કરો. વધુ પડતી ચિંતા ના કરશો. લાંબા અંતરની મુસાફરીમાં સ્વાસ્થ્યના કારણે વિલંબ થઇ શકે છે.

મિથુન

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે ઘણા સક્રિય રહો અને અગાઉ ઘડેલી યોજનાઓ અત્યારે અમલમાં મુકી શકશો. જોકે, સરકારી કાર્યોમાં અથવા કાયદાને લગતી કોઇપણ પ્રક્રિયાઓમાં અત્યારે બીજા લોકો પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળજો. અત્યારે બૌદ્ધિકચાતુર્યને લગતા કાર્યો તેમજ બેંકિંગના કાર્યોમાં પણ બીજા લોકો પર અતિ વિશ્વાસ કરવાનું ટાળજો. સપ્તાહના મધ્યમાં માનસિક ચંચળતાના કારણે કોઇ નવા કાર્યોમાં મન ચોંટશે નહીં. યથાસ્થિતિ જાળવી રાખજો. સંબંધો માટે પણ ઉત્તરાર્ધનો તબક્કો થોડો પડકારજનક જણાઈ રહ્યો છે. જોકે, પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે સપ્તાહનો બીજો અને ત્રીજો દિવસ આપની તરફેણમાં કહી શકાય. સપ્તાહના મધ્યમાં આપના પરિવારજનો અને પ્રિયપાત્ર સાથેના સંબંધો આપને ગાંભીર્ય વિનાના અને અસંતોષકારક લાગશે. ઉત્તરાર્ધમાં તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. છેલ્લા દિવસે ખભાના સ્નાયુઓમાં દુખાવો અથવા આંખોમાં બળતરાની શક્યતા નકારી શકાય નહીં. આ ઉપરાંત ડાયાબિટિસ અને હાડકાની નબળાઇ હોય તેવા જાતકોએ અત્યારે નિદાનમાં વિલંબ ના થાય તેનું ધ્યાન રાખવું.

કર્ક

સપ્તાહની શરૂઆતમાં નિકટવર્તી સમક્ષ આપની લાગણીઓને અસરકારક રીતે વ્યક્ત કરવાની આપની છટાથી આપના અંગત જીવનમાં આપોઆપ સ્થિરતા આવશે તથા સંબંધો વધુ સૂમેળભર્યા બનશે. તમે દરેક સ્થિતિમાં ભાવનાત્મક તીવ્રતા સાથે વધુ પ્રતિક્રિયા આપી શકશો. આપનું ભાવનાત્મક વિશ્વ અથવા નજીકના સંબંધો વધુ સંવેદનશીલ બનશે. સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ સ્તરે આપ પોતાના કાર્યો સૂપેરે પાર પાડશો જેથી આપની યશકિર્તીમાં વધારો થાય. હાલમાં તમે નોકરીમાં સલામતીના બદલે ક્ષિતિજો સુધી પોતાનો ગ્રાફ લઈ જવા પર વધુ ભાર મુકશો. અત્યારે તમને અનેકવિધ લાભો થવાની શક્યતા પણ છે. સરકાર અથવા પૈતૃક બાબતોથી થતા લાભોમાં હજુ રાહ જોવી પડે પરંતુ ક્યાંયથી આર્થિક ફાયદો થતા મનોમન રાહત રહે. સપ્તાહના છેલ્લા દિવસે મનોમન કોઈ બાબતે વસવસો રહે અથવા અજાણી ચિંતા અજંપામાં રાખે તેવી પણ સંભાવના છે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય સારો છે પરંતુ છેલ્લા દિવસે ભણવામાં મન ઓછુ લાગે. આ સપ્તાહે આપ સારી સ્વાસ્થ્ય સુખાકારી માણી શકશો.

સિંહ

સપ્તાહની શરૂઆતમાં તમારું મન થોડુ વ્યાકૂળ રહે અથવા તમે સંબંધોથી વિભક્ત થઇને એકાંતમાં રહેવાનું પસંદ કરો તેવી શક્યતા છે. આપની બેચેની ક્યારેક સંબંધોના દરેક પાસાઓમાં બિનજરૂરી દખલગીરી કરવાની પ્રેરણા આપશે જેના કારણે તમારે કોઇની સાથે મતભેદ કે અશાંતિને થઇ શકે છે. તમારા જીવનસાથીના અસાતત્યપૂર્ણ વર્તનથી તમે ચીડાઇ જશો. શરૂઆતમાં તમારે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. સપ્તાહમાં દૂરના અંતરે કમ્યુનિકેશન પર તમે વધુ ધ્યાન આપશો. મોસાળ પક્ષમાં કોઇને મળવાનું થાય અથવા ત્યાંથી કોઇ સારા સમાચાર આવવાની આશા રાખી શકો છો. ઉત્તરાર્ધમાં પ્રોફેશનલ મોરચે પ્રગતિ માટે તમારી સમક્ષ સંખ્યાબંધ તકો આવવાની શક્યતા છે માટે તમારે માત્ર તેને યોગ્ય સમયે ઝડપી લેવાની તૈયારી રાખવાની છે. જોકે, સપ્તાહના મધ્ય પછી પિતા, સરકાર અથવા ઉપરીઓ સાથે સંબંધોમાં કોઇ બાબતે તણાવ આવે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓને પહેલા બે દિવસ બાદ કરતા મોટાભાગનો સમય સારો કહી શકાય.

કન્યા

લાંબાગાળાનો વિચાર કરીએ તો સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથીના ગુસ્સાના કારણે ક્યારેક ક્યારેક તણાવ રહેતો હશે અને સપ્તાહના પહેલા દિવસે આ સ્થિતિ યથાવત રહેશે. બીજા અને ત્રીજા દિવસે તમે સંબંધોથી અળગા રહેવાનું વધુ પસંદ કરશો. આ બંને દિવસ સ્વાસ્થ્ય સુખાકારી માટે પણ સાચવવા જેવા છે. આ બંને દિવસમાં શક્ય હોય ત્યાં સુધી પ્રોફેશનલ મોરચે કોઇપણ જરૂરી નિર્ણય લેવાનું ટાળજો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારી માનસિક સ્વસ્થતા અને આત્મવિશ્વાસ વધશે. આ કારણે તમે પ્રોફેશનલ મોરચે વધુ ધ્યાન આપી શકો અને ખાસ કરીને નવા કામની શરૂઆત માટે અથવા વર્તમાન કાર્યોમાં આગળ વધવા માટે તમે કમ્યુનિકેશન વધારો અથવા મુસાફરી કરો તેવી સંભાવના બનશે. સપ્તાહના છેલ્લા દિવસે પ્રોફેશનલ કાર્યોમાં વધુ વ્યસ્તતા રહેવાથી તમે પરિવારમાં ઓછુ ધ્યાન આપશો. આ સમયમાં પરિવારમાં ખાસ કરીને મહિલાવર્ગ સાથે તમારા વર્તનના કારણે મન-દુઃખના સંજોગો ઉભા ના થાય તેનું ધ્યાન રાખવું. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં નવું શીખવા માંગતા લોકો માટે પૂર્વાર્ધનો સમય બહેતર છે. સ્વાસ્થ્ય સુખાકારીમાં સતત ચડાવઉતારની સ્થિતિ વર્તાઇ રહી છે.

તુલા

સપ્તાહની શરૂઆતમાં આપનામાં શક્તિનું સ્તર અને કામ કરવાનો ઉત્સાહ ઘણો રહેવાથી નોકરીમાં તમે ધાર્યા કરતા વહેલા કામ પતાવી શકશો. તમારી કાર્યનિષ્ઠાની પણ પ્રશંસા થશે. સાહિત્યર લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા સારૂં પ્રદર્શન કરી શકો. આપ કોઇપણ કાર્ય દ્રઢ મનોબળ અને પૂરતા આત્મહવિશ્વાસથી કરી શકશો. વારસાગત સંપત્તિથી લાભ થવાનો યોગ છે. પિતા સાથે વધુ મનમેળ રહે. સપ્તાહની મધ્યમાં ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. ખાસ કરીને જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે તેમજ આપની કલ્પ નાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. આપ આપનું કોઇપણ કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. ઉત્તરાર્ધમાં આપનું શારીરિક સ્વાપસ્ય્રઢ નરમગરમ રહેશે પરંતુ છેલ્લા દિવસે બહેતર સ્થિતિની આશા રાખી કો છો. છેલ્લા દિવસે પરદેશના લોકો સાથે સંપર્ક સાધવાનું બની શકે છે. દૂર રહેતા આપ્તજનો અથવા પ્રોફેશનલ પરિચિતો સાથે પણ સંપર્ક થઇ શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા દિવસે અન્યોની સલાહ લેવાની જરૂર પડશે.

વૃશ્ચિક

સપ્તાહની શરૂઆતમાં પ્રેમસંબંધોમાં તમે ઝુકેલા રહો. આખા સપ્તાહમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે તમે બહેતર સમય વિતાવી શકશો પરંતુ તમારી વચ્ચે કોઇ નજીવી બાબતે તણાવ ના થાય તેની કાળજી લેજો. આ જગતમાં કંઇક પ્રાપ્તા કરવા માટે રૂપિયાની જરૂર છે આ વાત સમજીને સપ્તાહના પૂર્વાર્ધમાં જ આપ જોરશોરથી જબરદસ્તમ પ્રયાસ કરશો અને તેમાં આપની સાહસવૃત્તિ પણ સામે આવશે. કમાણી કરવાની દિશામાં કરેલા પ્રયાસોમાં તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માંન વધશે. નોકરિયાતો તેમજ છુટક કાર્યો કરતા જાતકોને ઉત્તમ પરફોર્મન્સ દ્વારા નિયમિત કમાણીની શક્યતાઓ વધશે. ભાગીદારીના કાર્યો અથવા સંયુક્ત સાહસોમાં આગળ વધવા માટે ઉત્તરાર્ધ બહેતર પુરવાર થશે. જોકે. સપ્તાહના છેલ્લા દિવસે તમે કંઇપણ નવું કરવાના બદલે પોતાની દુનિયામાં મસ્ત રહો અને સંબંધો કે કામકાજની પળોજણમાં પડ્યા વગર આત્મમંથન કરો તે સલાહ ભર્યું છે. સ્વાસ્થ્ય બાબતે આખા સપ્તાહમાં સતર્ક રહેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકે પરંતુ છેલ્લા દિવસે તમારું ધ્યાન આધ્યાત્મિક બાબતોમાં વધુ ઝુકેલું જણાશે.

ધન

નોકરીની શોધ માટે હોવ તો તમારી આ ઇચ્છા પણ પૂર્ણ થશે નોકરી મેળવવાના ઘણા શ્રેષ્ઠ તક તમે મેળવી શકો છો. શરૂઆતના ચરણમાં તમે પરિવાર અને પ્રિયપાત્ર માટે પણ સમય ફાળવશો. તેમની ખુશીમાં પોતાની ખુશી માનશો પરંતુ ખાસ કરીને તેમની સાથે તમારું વર્તન સૌમ્ય હોવું જરૂરી છે. ક્રોધ પર કાબુ નહીં રાખો તો તેની અસર આપના કામ અને સંબંધો પર પડશે. પૂર્વાર્ધમાં વિજાતીય મિત્રો સાથેની મુલાકાત આપને આનંદ આપશે. નવા મિત્રો બને. જેમની મિત્રતા ભવિષ્યઅ માટે લાભદાયક નીવડે. વિજાતીય મિત્રો વચ્ચે જીવનમાં નિકટતાનો અનુભવ થાય. પ્રેમીજનો ખૂબ સારી રીતે રોમાન્સનપૂર્ણ સમય માણી શકશે. વિદ્યાર્થીઓને તમારી મહેનત જોઇને તમારા શિક્ષક પ્રશંસા કરશે. આપનામાં છુપાયેલી સર્જનાત્મમકતાને વેગ મળતાં સાહિત્યાક્ષેત્ર તેમજ લેખન વાંચનમાં ઊંડો રસ ધરાવશો. વિદ્યાર્થીઓ અભ્યાાસમાં એકંદરે સારો દેખાવ કરશે. છેલ્લા ચરણમાં શારીરિક સ્વાવસ્ય્ડો નરમગરમ રહેશે. આપ શારીરિક અને માનસિક થાક અનુભવો. તબિયતના ભોગે વધુ પડતું કામ ન કરતા.

મકર

સપ્તાહની શરૂઆતમાં તમારામાં ઉત્સાહ અને સાહસવૃત્તિ વધુ રહેશે. આવી સ્થિતિમાં તમે નોકરીમાં નવી શરૂઆત કરવા માટે અથવા નવો ધંધો શરૂ કરવા માટે તત્પર બનશો. તમે સ્પોર્ટ્સમાં રુચિ લો. આવકમાં વૃદ્ધિ થશે અને નિયમિત આવક સિવાય અન્ય લાભ મળશે. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને મોટા સાહસો ખેડવા માટે તમે પ્રેરાશો. ધંધાર્થે નવા નવા લોકો સાથે કમ્યુનિકેશન અથવા સંપર્કની શક્યતા નકારી શકાય નહીં. સરકારી નોકરીને લગતા લાભો મળી શકે છે. અત્યારે નોકરિયાતોને ઉપરીઓનો સાથ અને કૃપા મળી રહે. આપ સફળતાની ઉજવણી પોતાના પ્રિયજનો સાથે કરશો. પ્રિયજન સાથે રૂચિકર ભોજન લેવાનું આયોજન થાય. વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્યાપચ્યા રહેશો. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓએ અત્યારે બીજાનું માર્ગદર્શન મળે. તન અને મનનું આરોગ્યે સારું રહેશે. આકસ્મિક ઇજા સામે સાચવવું પડશે.

કુંભ

આપ્તજનો અને પ્રિયપાત્ર માટે આપની લાગણીશીલતા વધશે. તેમની સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકો. વેપારીઓને મોટા પ્રોજેક્ટ કે ઓર્ડર મળે. અત્યાર સુધી કરેલી સખત મહેનત હવે ઉગી નીકળશે. હરીફો ઈચ્છે તો પણ આપને કોઈ પ્રકારે હાનિ નહીં પહોંચડી શકે. અત્યારે તમે રોકાણ બાબતે ગંભીરતાથી વિચારો અથવા લાંબાગાળાના રોકાણ માટે કોઇ નક્કર પગલાં લો તેવી પણ શક્યતા છે. આપના વિચારોની દૃઢતા કોઈ ડગાવી નહીં શકે. આર્થિક સદ્ધરતાના પગલે આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો સાથે મળીને નાની પાર્ટીનું આયોજન કરો તો પણ નવાઈ નહીં. પ્રિયપાત્રનું મિલન આપની ખુશીઓમાં વધારો કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. ગ્રહોની ચાલ બદલાતા મનની દ્વિધાઓના કારણે આપનું મન સતત ગડમથલમાં રહેશે. ખાસ કરીને છેલ્લા દિવસે તમને અભ્યાસની ઇચ્છા હોવા છતાં કોઇ બાબતે ગડમથલમાં રહો તેવી શક્યતા બનશે. આપ એકંદરે શારીરિક અને માનસિક સ્વયસ્થોતાથી તમામ કાર્ય કરશો.

મીન

પ્રોફેશનલ મોરચે તમે નવા ઉત્સાહ અને જોશ સાથે આગળ વધશો. પારિવારિક જીવનમાં પણ સારી સ્ફુર્તિના કારણે એકંદરે શરૂઆત સારી કહી શકાય. આપના અટવાઇ ગયેલા કાર્યો પૂરાં થશે. નાણાંકીય લાભ પણ થાય. વેપાર-ધંધામાં ભાગીદારીના કામકાજ લાભકારી બને પરંતુ કોઇપણ સહિયારા નિર્ણય અથવા કરારમાં અતિ ઉતાવળ રાખવી નહીં. સપ્તાહના મધ્યમાં નવી આવક અને આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે રોકાણ માટે તમારી સક્રિયતા વધશે અને તેનાથી ફાયદો થાય. દાંપત્યજીવનનું સુખ આપ સારું માણી શકશો. સપ્તાહના મધ્યમાં પ્રેમની અભિવ્યક્તિ વધુ સારી રીતે કરી શકશો. સામાજિક પ્રતિષ્ઠાં મળવા સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો. જોકે, પરિવારના સભ્યો સાથે તમારે વાતચીત અથવા કોઇપણ મહત્વના કાર્ય અંગે ચર્ચા દરમિયાન વિનમ્ર રહેવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહ રહેશે. ભાવિ અભ્યાસ અંગે તમે ગંભીર થશો. અત્યારે સ્વાસ્થ્યની કોઇ મોટી સમસ્યા જણાતી નથી પરંતુ ખાસ કરીને આકસ્મિક ઇજાથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ ટાળવી તેમજ લોહીના પરિભ્રમણને લગતી ફરિયાદો હોય તેમણે સારવારમાં વધુ ધ્યાન આપવું.