આ તારીખથી શરૂ થશે ધમાકેદાર ઠંડી, હવામાન વિભાગે બહાર પાડી ખાસ નોટ…

દોસ્તો ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આમ છતાં લોકોને હજુ ઠંડીનો અહેસાસ થયો નથી. જો કે હવે હવામાન પર એક મોટું અપડેટ બહાર આવ્યું છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તર ભારતના ઘણા પહાડો અને મેદાનોમાં વરસાદ પડી શકે છે. જોકે વિભાગનું કહેવું છે કે ઉત્તરાખંડ અને હિમાચલમાં 5-6 ડિસેમ્બરે ભારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આશંકા છે. વળી વરસાદ અને હિમવર્ષા બાદ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઠંડો શિયાળો રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5-6 ડિસેમ્બરે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દિલ્હી અને NCRના વિસ્તારોમાં વરસાદ પડશે. જેના લીધે હવામાનનો મિજાજ અચાનક પલટાઈ જશે. આ સાથે વરસાદને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે રાત્રે તેમજ દિવસે ઠંડીનો પ્રકોપ વધશે.

વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મહત્તમ તાપમાન 25 અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ છે. વરસાદ બાદ આ તાપમાન લગભગ 4-5 ડિગ્રી સેલ્સિયસ ઘટી જશે. જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોને ધ્રૂજતી ઠંડીનો અહેસાસ થશે. આવી સ્થિતિમાં, હવામાનના પ્રકોપથી બચવા માટે દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવા વધુ સારું રહેશે.