ચેતવણી :- આ 10 રાજ્યોમાં વરસાદ મચાવી શકે છે તબાહી,  જાણો તમે પણ…

દોસ્તો માત્ર ભારતમાં જ નહીં પંરતુ સમગ્ર વિશ્વમાં હવામાનના અપડેટ્સ બદલાયા છે. આજ ક્રમમાં ક્યાંક પૂરના કારણે તબાહી થઈ રહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો છે. ભારતમાં પણ કમોસમી વરસાદને કારણે સ્થિતિ વણસી છે. પહાડો પર હિમવર્ષા થઈ રહી છે તો મેદાની વિસ્તારોમાં ઠંડી ઝડપથી વધી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 1 થી 6 ડિસેમ્બરની વચ્ચે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદની સંભાવના છે. જોકે કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગ (IMD) એ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં 1 અને 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. આ સાથે જ મુંબઈમાં પણ આજથી ગુરુવાર સુધી વરસાદનું એલર્ટ છે. આ સિવાય દેશની રાજધાની દિલ્હીમાં 5 અને 6 ડિસેમ્બરે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ દરમિયાન પહાડો પર વરસાદ પડી શકે છે અને હિમવર્ષાનું એલર્ટ પણ છે. આ સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ બાદ ઠંડી ઝડપથી વધશે. જ્યારે પહાડો પર વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પહાડથી મેદાનમાં ઠંડી ઝડપથી વધશે. જોકે સારી વાત એ છે કે વરસાદને કારણે દિલ્હી સહિત તમામ શહેરોમાં ધુમ્મસ અને પ્રદૂષણની સ્થિતિથી લોકોને રાહત મળશે.

જ્યાં ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ દેશના દક્ષિણમાં ભારે વરસાદ હજુ પણ સમસ્યારૂપ છે. રામેશ્વરમમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ સાથે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં વરસાદની પ્રક્રિયા ચાલુ છે. આ મુશ્કેલી અહીં અટકવાની નથી અને 2 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશરનું ક્ષેત્ર રહેશે, જેના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.