ઈંડા કરતા પણ વધારે પ્રોટીન આપે છે આ વેજ ફૂડ્સ, શરીર બની જાય છે એકદમ મજબૂત…

સ્વાસ્થ્ય

દોસ્તો પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી છે. જે સ્નાયુઓને વિકસાવવામાં મદદ કરે છે અને વાળ અને નખની મજબૂતાઈ માટે પણ જરૂરી છે. જોકે ઘણા લોકો માને છે કે પ્રોટીન ફક્ત ઇંડામાંથી જ મેળવી શકાય છે પરંતુ એવું નથી અમુક શાકાહારી ખોરાક ઇંડા કરતાં વધુ પ્રોટીન આપે છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

1. ચણા

અડધો કપ ચણા ખાવાથી ઈંડા કરતાં વધુ પ્રોટીન મળે છે. ભારતમાં ચણાની કઢી અથવા ચણા ચાટ ખાવાનું ખૂબ જ પસંદ કરવામાં આવે છે. વળી પ્રાચીન સમયથી ઇજિપ્તના લોકો પ્રોટીન મેળવવા માટે ચણાનું સેવન કરે છે.

2. આલમન્ડ બટર

પીનટ બટર સિવાય આલમન્ડ બટર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. લગભગ 2 ચમચી આલમન્ડ બટર ખાવાથી લગભગ 7 ગ્રામ પ્રોટીન મળે છે. વળી તમે સલાડ, ટોસ્ટ વગેરે સાથે આલમન્ડ બટરનું સેવન કરી શકો છો.

3. કઠોળ

માંસાહારી ખોરાક કરતાં શાકાહારી ખોરાકમાં પ્રોટીન ઓછું હોય તેવું ન માનવું જોઈએ. કારણ કે અડધો કપ દાળ ખાવાથી લગભગ 8 ગ્રામ પ્રોટીન મળે છે. વળી સૌથી મહત્વની બાબત એ છે કે દાળને રાંધવી પણ ખૂબ જ સરળ છે અને તે ઘણી જાતોમાં મળી રહે છે.

4. સૂર્યમુખીના બીજ

પ્રોટીનયુક્ત ખોરાકમાં સૂર્યમુખીના બીજને ભૂલશો નહીં. હા, પ્રોટીનની સાથે સૂર્યમુખીના બીજ આયર્ન, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સેલેનિયમ જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તેથી દરરોજ 28 ગ્રામ સૂર્યમુખીના બીજ ખાવાથી લગભગ 8 ગ્રામ પ્રોટીન મળે છે.

5. ક્વિનોઆ

ક્વિનોઆ એક અનાજ છે, જે પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. આ વેજ ફૂડ ખૂબ જ હેલ્ધી છે, જે ઈંડા કરતાં વધુ પ્રોટીન આપે છે. એક કપ ક્વિનોઆ ખાવાથી લગભગ 7 ગ્રામ પ્રોટીન મળે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.