વંદના વિઠ્ઠલાણી વેચી રહી છે રાખડીઓ, ગયા વર્ષે મજબૂરી માં શરુ કર્યો હતો આ બિઝનેસ

ટીવી અભિનેત્રી વંદના વિઠ્ઠલાણી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં તેના પાત્ર ઉર્મિલા તરીકે જાણીતી છે. વંદના આ દિવસોમાં બે ટીવી સિરિયલોમાં કામ કરી રહી છે, તેમાંથી એક પંડ્યા સ્ટોર છે અને બીજી સિરિયલ ટૂંક સમયમાં નાના પડદા પર દસ્તક આપશે, જેનું નામ ‘તેરા મેરા સાથ રહે’ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અભિનયની સાથે વંદના રાખડી પણ વેચવાનું કામ કરે છે.

સેટ ઉપર બનાવે છે રાખડી

વંદના વિઠ્ઠલાણી આજકાલ પોતાના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ તે રાખડીઓ બનાવવા અને ઓનલાઈન વેચવા માટે સમય કાઢે છે. સેટ પર પણ, તે બાકીના સમયમાં રાખડીઓ બનાવતી જોવા મળે છે. વંદના અંકશાસ્ત્રી છે અને તેને રાખડી બનાવવાનો વિચાર ગયા વર્ષે આવ્યો હતો જ્યારે તેની પાસે કામ નહોતું.

કામ ગયા વર્ષે શરૂ થયું

ગયા વર્ષે, અભિનેત્રીએ નામ અને જન્મ તારીખના નસીબદાર નંબર અનુસાર રાખડીઓ બનાવી હતી, જેથી તેને થોડી આર્થિક મદદ મળી શકે. આજે જ્યારે તેણી પાસે કામ છે ત્યારે તે રાખડી બનાવવાનું બંધ કરવા માંગતી નથી. વંદના વિઠ્ઠલાનીએ સ્પોટબોયને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે કોરોનાને કારણે ઘણા લોકોએ પોતાનો વ્યવસાય બદલવો પડ્યો. કારણ કે કમાણી થકી અટકી ગઈ હતી અને ત્યાં ખર્ચો એટલોજ હતો. મારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

લોકોને કામ ગમે છે

વંદના વિઠ્ઠલાણીએ આગળ કહ્યું કે આજે મારી પાસે બે શો છે પણ હું હજી પણ રાખડીઓ બનાવી રહી છું અને મને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. મેં બે-ત્રણ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર રાખી માટે પોસ્ટ કરી હતી અને હવે મને 20 રાખીનો ઓર્ડર મળ્યો છે. વંદનાએ કહ્યું કે ગયા વર્ષે રોગચાળાએ વિશ્વની ગતિ બંધ કરી દીધી હતી, તેથી આજે મારી પાસે કામ છે, તેનો અર્થ એ નથી કે મારે રોકવું જોઈએ. હું મારી આ પ્રતિભાને વધારી રહી છું. હું પગની ઝાન્ઝર અને હેન્ડમેડ જવેલરી પણ બનાવું છું અને હવે હું અટકવાની નથી.