પડદા પર ભાઈ બહેનનો રોલ નિભાવનાર આ જોડીઓ અસલ જિંદગીમાં બની હમસફર…

 પડદા પર ભાઈ બહેનનો રોલ નિભાવનાર આ જોડીઓ અસલ જિંદગીમાં બની હમસફર…

દોસ્તો ફિલ્મી દુનિયા સામાન્ય લોકોની દુનિયા કરતા ઘણી અલગ છે. અહીં પડદા પર જોવા મળતો સંબંધ જીવનમાં કંઈક અલગ જ હોય છે. ભાઈ-બહેનની ઓનસ્ક્રીન જોડી વાસ્તવિક જીવનમાં લવ બર્ડ બની જાય છે. હા, સ્ક્રીન પર સાથે કામ કરતી વખતે કોણ ક્યારે પ્રેમમાં પાગલ થઈ જાય છે તે કહેવું મુશ્કેલ છે. આ સાથે એવા ઘણા કલાકારો છે, જેઓ પડદા પર સંબંધીઓની ભૂમિકામાં જોવા મળ્યા છે, જોકે વાસ્તવિક જીવનમાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન પણ કરી લીધા છે.

અમન વર્મા અને વંદના લાલવાણી

ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અમન યતન વર્માએ તેની ઓનસ્ક્રીન બહેન વંદના લાલવાણી સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2016માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ બંને ટીવી સીરિયલ ઓથમાં એકબીજાના ભાઈ-બહેનનો રોલ નિભાવતા જોવા મળ્યા હતા.

રોહન મેહરા અને કાંચી સિંહ

રોહન મેહરા અને કાંચી સિંહ પ્રખ્યાત ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ભાઈ બહેનના રોલમાં જોવા મળ્યા હતા. આ સાથે કામ કરતાં રોહન અને કાંચી એકબીજાની નજીક આવી ગયા હતા. તેઓએ વર્ષ 2016 માં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા, જોકે તેમના સંબંધો થોડા વર્ષો પછી તૂટી ગયા. આ કપલનું આ વર્ષની શરૂઆતમાં બ્રેકઅપ થયું હતું.

મયંક અરોરા અને રિયા શર્મા

ટીવી સીરિયલ તુ સૂરજ મેં સાંઝ પિયાજીમાં ભાઈ-બહેનના રોલમાં જોવા મળેલા અભિનેતા મયંક અરોરા અને અભિનેત્રી રિયા શર્માએ પણ એકબીજાને દિલ આપ્યું હતું. તેઓને શૂટિંગમાંથી થોડો મોકો મળતો ત્યારે બંને એકબીજા સાથે સમય વિતાવે છે. જોકે શૂટિંગ સેટ પર હોય કે બહાર, આ બંને હંમેશા એકબીજા સાથે જોવા મળે છે. વળી લંચ બ્રેકમાં પણ બંને સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને જલ્દી લગ્ન પણ કરી શકે છે.

શિવિન નારંગ અને દિગંગના સૂર્યવંશી

ટીવી શો “એક વીર કી અરદાસ – વીરા” માં ભાઈ-બહેનની ભૂમિકા ભજવનાર શિવિન નારંગ અને દિગંગના સૂર્યવંશીએ વાસ્તવિક જીવનમાં પણ લગ્ન કર્યા છે. આ જોડી થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતી હતી પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

ચારુ આસોપા અને નીરજ માલવિયા

ટીવી શો ‘મેરે આંગને મેં’માં ભાઈ-બહેન નંદુ અને અમિતની ભૂમિકા ભજવનાર ચારુ આસોપા અને નીરજ માલવિયા વાસ્તવિક જીવનમાં પણ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રહી ચુક્યા છે એટલું જ નહીં આ કપલ લગ્નના બંધનમાં પણ બંધાવા જઈ રહ્યું હતું. તેઓ બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણસર બંનેએ પોતાના સંબંધોનો અંત લાવ્યો અને પોતપોતાની જિંદગીમાં આગળ વધ્યા.

કિરણ કરમરકર-રિંકુ ધવન

તમને ટીવી શો ‘કહાની ઘર ઘર કી’ યાદ જ હશે. આ શોમાં કિરણ કરમરકર અને રિંકુ ધવને ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. આજે આ કપલ રિયલ લાઈફ કપલ છે.