શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર સુધી, આ સ્ટાર્સની ફિલ્મની ફી જાણીને લાગશે 440 વૉલ્ટનો ઝટકો..

મનોરંજન

દોસ્તો શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી, આ ઇન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સ છે જેઓ ત્રણ દાયકાથી વધુ સમયથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. તેઓ ચાહકોના દિલમાં વસે છે અને કેટલાક માટે તેઓ ભગવાનથી ઓછા નથી. વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં રહેલા આ સ્ટાર્સ કરોડોમાં ફી લે છે પંરતુ શું તમે જાણો છો કે તેમની એક ફિલ્મની ફી કેટલી છે?

શાહરૂખ ખાનઃ શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો 2018માં રિલીઝ થઈ હતી અને ત્યાર બાદ હવે 4 વર્ષ બાદ આ સ્ટાર ફિલ્મોમાં કમબેક કરી રહ્યો છે. પઠાણ, ડંકી તેની આગામી ફિલ્મો છે, જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. એવા પણ સમાચાર છે કે શાહરૂખે આ ફિલ્મો માટે તેની ફી બમણી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનને પઠાણ માટે 100 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

આમિર ખાનઃ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દરેક ફિલ્મ ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવે છે, જેથી તે ફિલ્મ અદ્ભુત બને છે. આમિર ખાન ટૂંક સમયમાં લાલ સિહ ચઢ્ઢામાં જોવા મળશે. બીજી તરફ તેમની ફીની વાત કરીએ તો તેઓ એક ફિલ્મ માટે 75-80 કરોડ રૂપિયા લે છે.

અક્ષય કુમાર: અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો એકમાત્ર એવો સ્ટાર છે જેની આગામી બે વર્ષની તારીખો પણ ફિલ્મો માટે બુક કરવામાં આવી છે. દર વર્ષે તેની 4-5 ફિલ્મો રિલીઝ થાય છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે દરેક ફિલ્મ માટે 117 થી 135 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

હૃતિક રોશનઃ બે દાયકાથી વધુ સમયથી દર્શકોના દિલ પર રાજ કરી રહેલ હૃતિક રોશન ઈન્ડસ્ટ્રીના એક એવા સુપરસ્ટાર પણ છે જેમણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જો વર્તમાન યુગમાં તેમની ફીની વાત કરીએ તો હૃતિક એક ફિલ્મ માટે 75 કરોડ સુધી ચાર્જ કરે છે.

સલમાન ખાનઃ સલમાન ખાનની ફેન ફોલોઈંગ વિશે શું કહેવું. તેઓ આવીને સલામ કરે તો ચાહકો ગાંડા થઈ જાય છે. સલમાન ખાન ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. ટાઈગર 3, કભી ઈદ કભી દિવાળી, બજરંગી ભાઈજાન 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સલમાનની ફીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 70-75 કરોડ રૂપિયા લે છે.