કોલેજ ડ્રોપઆઉટ બોલીવુડ જગતના આ સિતારાઓ, ફિલ્મોમાં કામ કરવા માટે અધવચ્ચે છોડી દીધો હતો અભ્યાસ…

બોલિવૂડના બે પ્રકારના સિતારાઓ કામ કરે છે, જેમાં એક પ્રકારના સિતારાઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફિલ્મોમાં આવ્યા છે, જ્યારે અમુક અધવચ્ચે અભ્યાસ છોડીને ફિલ્મોમાં નામ કમાઈ રહ્યા છે. હા, અભિનયની કારકીર્દિ દરમિયાન તેમણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે, જે કોલેજ ડ્રોપ આઉટ છે.

આમિર ખાન

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ભલે પરફેક્શનની દ્રષ્ટિએ બધા કલાકારોને પાછળ છોડી દેતા હોય, પરંતુ અભ્યાસની દ્રષ્ટિએ આમિર પોતે પણ ઘણા પાછળ છે. આમિર શાળાના દિવસોથી જ ભણવામાં ખૂબ આળસુ હતો. તેમણે 12 મા ધોરણમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોલેજમાં પ્રવેશ પણ લીધો હતો, પરંતુ તે કોલેજમાં વર્ગમાં આવવાને બદલે ફિલ્મોના સેટ પર દેખાતો હતો.

અક્ષય કુમાર

ફિલ્મ ‘મિશન મંગલ’ માં સ્પેસ સાયન્ટિસ્ટની ભૂમિકા નિભાવનારા અક્ષય કુમારે વાસ્તવિક જીવનમાં ફક્ત 12 પાસ કર્યું છે. શાળા પૂર્ણ
કર્યા પછી અક્ષયે મુંબઇની ગુરુ નાનક ખાલસા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ અક્ષય પોતાનું કોલેજનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી શક્યો નહીં અને માર્શલ આર્ટ્સ શીખવા માટે હોંગકોંગ ગયો. ત્યાંથી પાછા ફર્યા બાદ અક્ષયે બોલિવૂડમાં પોતાની કરિયર બનાવી હતી અને આજે તે ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.

સલમાન ખાન

સલમાન ખાન પણ 12 પાસ અભિનેતા છે. સલમાનને ક્યારેય ભણવામાં રસ નહોતો. તેણે મુંબઈની સેન્ટ સ્ટેનિસ્લાસ હાઇ સ્કૂલમાંથી 12 સુધી અભ્યાસ કર્યો છે. શાળા પછી તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પણ અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ બીજા જ વર્ષે તે કોલેજમાંથી બહાર નીકળી ગયો હતો.

પ્રિયંકા ચોપરા જોનસ

બોલિવૂડથી હોલિવૂડમાં નામ કમાવનાર પ્રિયંકા ચોપડાએ તેનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી ક્રિમિનલ સાયકોલોજીનો અભ્યાસ કરવા માટે મુંબઈની જય હિન્દ કોલેજમાં પ્રવેશ લીધો હતો. પરંતુ બ્યૂટી ક્વીન બન્યા પછી પ્રિયંકાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નથી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે પણ મોડેલિંગ અને ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે પોતાનો કોલેજ અભ્યાસ પૂરો કર્યો નથી. હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી, દીપિકાએ પહેલા માઉન્ટ કાર્મેલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તે ક્યાંયથી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકી નહોતી.

એશ્વર્યા રાય બચ્ચન

‘મિસ વર્લ્ડ’નો તાજ પ્રાપ્ત કરનાર એશ્વર્યા રાય બચ્ચને આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ લીધો હતો. એશ્વર્યા તેની શાળામાં ટોપર હતી. જેના લીધે તેણે આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ લીધો હતો, પરંતુ તેમનો અભ્યાસ છોડી તેણે મોડેલિંગ શરૂ કરી હતી.

કરીના કપૂર ખાન

કરીના કપૂર પણ ગ્રેજ્યુએટ નથી. કરીનાએ મીઠીબાઈ કોલેજમાંથી બે વર્ષ કોમર્સ વિષયમાં અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેણે સરકારી કોલેજ ઓફ લોમાં પ્રવેશ લીધો. પરંતુ પહેલા જ વર્ષે કરિનાએ કોલેજ છોડીને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.