આ 5 પ્રખ્યાત અભિનેત્રીઓએ ‘ભૂલ ભુલૈયા’માં કામ કરવાની ઓફર ઠુકરાવી દીધી, આજે પસ્તાવો થઈ રહ્યો છે..

મનોરંજન

દોસ્તો બોલિવૂડ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ના બંને ભાગોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. કાર્તિક આર્યનની ફિલ્મે 178 કરોડની કમાણી કરી છે, જ્યારે વર્ષ 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ‘ભૂલ ભુલૈયા’ 32 કરોડના બજેટમાં બની હતી, જેણે બોક્સ ઓફિસ પર 82 કરોડની કમાણી કરી હતી. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મની સિક્વલ માટે કિયારા પહેલી પસંદ નહોતી. આ પહેલા પણ મેકર્સે ઘણી અભિનેત્રીઓને આ રોલ ઓફર કર્યો હતો. તમને જણાવીએ કે કઈ અભિનેત્રીઓએ આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે.

‘ભૂલ ભુલૈયા’ સૌથી પહેલા ઐશ્વર્યા રાયને ઓફર કરવામાં આવી હતી. જોકે, તેણે આ ઓફરને એમ કહીને નકારી કાઢી હતી કે તેના માટે ઘોસ્ટની ભૂમિકા ભજવવી મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને અવનીનું પાત્ર ઓફર કરવામાં આવ્યું હતું, જે બાદમાં વિદ્યા બાલને ભજવ્યું હતું.

આ ફિલ્મ ઐશ્વર્યા રાય બાદ રાની મુખર્જીને ઓફર કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કારણોસર તેણે તેને પણ ફગાવી દીધી હતી. આ પછી આ ફિલ્મ વિદ્યા બાલનને ઓફર કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફને આ ફિલ્મમાં ‘રાધા’નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો પરંતુ કેટરીના પણ આ ફિલ્મનો ભાગ બની શકી ન હતી. ત્યારબાદ આ રોલ અમીષા પટેલને ઓફર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં અમીષાનું કામ પણ લોકોને પસંદ આવ્યું હતું.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં મુખ્ય ભૂમિકા માટે શ્રદ્ધા કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે વ્યસ્ત શિડ્યુલને કારણે શ્રદ્ધાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી પંરતુ બાદમાં આ ફિલ્મ કિયારા અડવાણીને ઓફર કરવામાં આવી હતી.

સારા અલી ખાનને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે સમયે તે ‘કુલી નંબર 1’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. જેના કારણે તેને આ ફિલ્મમાંથી હાથ પણ ગુમાવવો પડ્યો હતો.