આ 3 ક્રિકેટરોના તૂટી ગયા લગ્ન, પત્નીએ છૂટાછેડા લઈને અન્ય ખેલાડીઓને બનાવ્યા પતિ

રમત ગમત

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા છે. આયેશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આખી દુનિયાને આ માહિતી આપી હતી પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ક્રિકેટરો એવા છે જેમને તેમની પત્નીઓએ છૂટાછેડા આપી દીધા છે અને અન્ય ખેલાડીઓ સાથે લગ્ન કર્યા છે. આ લેખમાં અમે તમને આવા જ ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બ્રેટ લી

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીને તેની પત્નીએ છેતર્યો હતો. લીની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા અને રગ્બી પ્લેયર સાથે લગ્ન કર્યા હતા. સિડની હેરાલ્ડના એક અહેવાલ મુજબ, બ્રેટ લીને તેની પ્રથમ પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા કારણ કે તેણી માનતી હતી કે લી તેની રમતમાં ખૂબ વ્યસ્ત હોવાને કારણે તેના પરિવારને સમય આપી શકતી નથી. જોકે પાછળથી લીની પ્રથમ પત્નીએ એક પ્રખ્યાત રગ્બી ખેલાડી સાથે લગ્ન કર્યા હતા.

દિનેશ કાર્તિક

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની નિકિતા વણજારા સાથેના તેના સંબંધો વિશે સમગ્ર વિશ્વ જાણે છે. વાસ્તવમાં નિકિતાએ કાર્તિકને છૂટાછેડા આપી દીધા અને ભારતના ઓપનર મુરલી વિજય સાથે લગ્ન કર્યા. પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ દિનેશ કાર્તિકે ભારતીય સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા. હવે આ દંપતી એકબીજા સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

તિલકરત્ને દિલશાન

શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન તિલકરત્ને દિલશાનની પત્ની નિલંકા વિથંગે પણ તેને છોડીને બીજા ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે દિલશાનની પત્નીએ તેના સાથી ખેલાડી ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગા સાથે લગ્ન કર્યા હતા. આ બે બેટ્સમેનોએ સાથે મળીને લાંબા સમયથી શ્રીલંકા માટે ઓપનિંગની જવાબદારી લીધી છે.