દોસ્તો આજે સવારે જ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ વ્યક્તિની ઓળખ 56 વર્ષીય વિષ્ણુ વિભુ ભૌમિક તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના પબ્લિક ડિસ્પ્લે નંબર પર આઠ ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે તેના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં દહિસર વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર સોમવારે સવારે 10:39 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે આ વ્યક્તિએ એક-બે નહીં પરંતુ નવ વખત ફોન કરીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને અપશબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે ધમકી આપતી વખતે આ વ્યક્તિએ માત્ર મુકેશ અંબાણીનું નામ જ લીધું ન હતું, પરંતુ એકવાર કોલમાં ધીરુભાઈ અંબાણીના નામનો પણ ઉપયોગ કર્યો હતો.
આ મામલાની તપાસ કરી રહેલા ડીસીપી નીલોત્પલે આરોપીની અટકાયતના સંબંધમાં જણાવ્યું કે વિષ્ણુ વિભુ ભૌમિકને બોરીવલી વેસ્ટમાંથી પકડીને ડીએમ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ ચાલી રહી છે. ડીસીપી નીલોત્પલે કહ્યું કે આરોપીઓના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.