T20 વર્લ્ડ કપમાં રોહિત સાથે ઓપનિંગ નહીં કરી શકે કોહલી, આ મોટી સમસ્યા થઈ ઉભી..

રમત ગમત

દોસ્તો 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારત આ વર્ષે T20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

ટીમ ઈન્ડિયા પાસે ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે અને જેઓ મેચને પલટાવવાની શક્તિ ધરાવે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડાની ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી નિશ્ચિત છે.

સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે? વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં1 રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ તે એટલું સરળ નહીં હોય. મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી બેટિંગ ફોર્સ છે. કોહલી ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો બેટ્સમેન છે. જ્યારે તે મિડલ ઓર્ડરમાં રમે છે ત્યારે આખી ટીમ તેની આસપાસ રમે છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા પાસે ઓપનિંગમાં ઘણા વિકલ્પો હશે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડા જેવા બેટ્સમેન ઓપનિંગના દાવેદાર હશે. જોકે, T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ ટીમ ઈન્ડિયાની મુખ્ય ઓપનિંગ જોડી હશે.