સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ થવા જઈ રહી છે 24 જુલાઈ એ રિલીઝ, જાણો કઈ રીતે જોઇ શકશો તમે

મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાના કરિયર માં વેરાયટી વાળા રોલ કરી ને સુશાંત એ દરેક ને પોતાના દિવાના બનાવ્યા હતા. સુશાંત છેલ્લીવાર ફિલ્મ ‘છિછોરે’ માં દેખાયા હતા. આ ફિલ્મ માં દર્શકો એ એમને ઘણો જ પસંદ કર્યું હતું અને ખાસ કરીને યુવાનો ની વચ્ચે આ ફિલ્મ નો કોન્સેપ્ટ ઘણો પસંદ કરવા માં આવ્યો હતો. જોકે એક વાર ફરી સુશાંત ને પડદા પર અભિનય કરતા જોવા ની બધા ફેંસ ની ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. વાસ્તવ માં સુશાંત ની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈ એ સીધા ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે હોટ સ્ટાર પર રિલીઝ થશે.

છેલ્લીવાર દેખાશે સુશાંત

બતાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ જે એમની છેલ્લી ફિલ્મ છે એકવાર ફરી એમને જોઈ શકશે. આ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ ની રીમેક છે. આ ફિલ્મ નું નિર્દેશન ફેમસ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા એ કર્યું છે. મુકેશ છાબડા એ જ સુશાંત સિંહ રાજપૂત ની પહેલી ફિલ્મ ‘કાઈપો છે’ હીરો તરીકે કામ આપ્યું હતું. એટલે કે સુશાંત ને એમની પહેલી અને છેલ્લી બન્ને ફિલ્મ આપવાવાળા એમના મિત્ર મુકેશ છાબડા જ છે.

બતાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત અને મુકેશ છાબડા સારા મિત્ર માનવા માં આવતા હતા. સુશાંત ના નિધન પછી મુકેશ છાબડા પોલીસ ને આપેલા નિવેદન માં બતાવ્યું કે એમણે સુશાંત થી વાયદો કર્યો હતો. એ વાયદો એ હતો કે જ્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર થી ફિલ્મ ડાયરેક્ટર બનશે તો સૌથી પહેલા એમને જ કાસ્ટ કરશે. મુકેશે પોતાના મિત્ર સુશાંત થી કરેલો વાયદો નિભાવ્યો પણ. એમણે જે ડાયરેક્ટર તરીકે મૂવી ડાયરેક્ટ કરી ‘દિલ બેચારા’ અને એમાં એમણે સુશાંત ને કાસ્ટ કરી દીધું.

મુકેશ એ નિભાવ્યો સુશાંત થી કરેલો વાયદો

‘દિલ બેચારા’ આ વર્ષે મે મહિના માં થિયેટર માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારી ના કારણે ફિલ્મ ની રિલીઝ જ રોકી દેવા માં આવી. એના પછી હવે એને ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવા માં આવી રહ્યું છે. ઘણા દુઃખ ની વાત છે કે જે ફેન સુશાંત ની આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે એ ફેંસ ને થેન્ક યુ કહેવા માટે સુશાંત હાજર જ નથી.

દિલ બેચારા ને હોટ સ્ટાર પર રિલીઝ કરવા માં આવી રહ્યું છે જેમણે સબસ્ક્રાઈબ નથી કર્યું એવા લોકો પણ જોઈ શકશે. આ અવસર પર મુકેશ એ કીધું કે સુશાંત ડાયરેક્ટર તરીકે મારી ડાયરેક્ટ કરેલી ફિલ્મ ના માત્ર હીરો ન હતા, પરંતુ એ એક એવા મિત્ર હતા જે દરેક મુશ્કેલ સમય માં મારી સાથે ઊભા રહેતા હતા. ‘કાઈપો છે’ થી લઈને ‘દિલ બેચારા’ સુધી અમે સારા મિત્ર રહ્યા. એ મારા થી વાયદો કર્યો હતો કે એ મારી ફિલ્મ માં કામ કરશે. અમે સાથે મળી ને ઘણું બધું પ્લાન કર્યું હતું, ઘણા બધા સપના જોયા હતા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ સમયે હું આવી રીતે એકલો પડી જઈશ.

બતાવી દઈએ કે સૈફ અલી ખાન પણ આ ફિલ્મ માં ખાસ પાત્ર માં દેખાશે. આ ફિલ્મ નું સંગીત આપ્યું છે એ આર રહેમાન અને એના ગીત અમિતાભ ભટ્ટાચાર્ય એ લખ્યા છે. સુશાંત આત્મહત્યા કરી લીધી હતી. એમણે 14 જુને મુંબઈ માં બાંદ્રા માં આવેલા ફ્લેટ માં ફાંસી લગાવી દીધી હતી. એમને મૃત્યુ એ બધા ને હેરાન કરી દીધા અને અત્યારે પણ લોકો આ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા. હવે તો સુશાંત આપણી વચ્ચે નથી અને ના ક્યારેય પાછા આવશે. બસ હવે એમના ફેંસ તૈયાર છે છેલ્લી વાર પોતાના હીરો ને બાય કેહવા માટે અને છેલ્લીવાર પડદા પર એમને જીવતો જોવા માટે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.