સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે દિલ્હીમાં વિવિધ સ્થળોએ લાગ્યા પોસ્ટર, ફેન્સે કરી સીબીઆઈ તપાસની માંગ

મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. દેશના ઘણા સ્થળોએ, તેમના ચાહકો સીબીઆઈ તપાસની માંગણી માટે રેલીઓ કરતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર #janAndolan4SSR હેશટેગ ટ્રેંડિંગ રહે છે. આ બધા સિવાય સુશાંતના ચાહકોએ હવે સીબીઆઈ તપાસની માંગ કરવાની એક અલગ રીત શોધી કાઢી છે.

सुशांत सिंह राजपूत

દિલ્હીના ઘણા વિસ્તારોમાં એક ચાહકે સુશાંતના પોસ્ટરો લગાવ્યા છે. પોસ્ટર પર લખ્યું હતું કે, “સુશાંતની હત્યાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.

सुशांत सिंह राजपूत

સુશાંતના ચાહકો સિવાય અભિનેતા શેખર સુમન, રૂપા ગાંગુલી સહિત અનેક રાજકીય હસ્તીઓએ આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. જોકે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈ તપાસને નકારી છે.

महेश भट्ट

સુશાંત કેસમાં આજે મુંબઇ પોલીસે લગભગ બે કલાક સુધી મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી. મહેશ ભટ્ટ પોતાનું નિવેદન નોંધવા માટે સાંતાક્રુઝ પોલીસ મથકે પહોંચ્યો હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, મહેશ ભટ્ટને સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી વચ્ચેના સંબંધ વિશે સવાલ કરવામાં આવ્યા હતા. આ સિવાય સુશાંતને તેની ફિલ્મોમાંથી બાકાત રાખવા પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

आदित्य चोपड़ा, सुशांत सिंह राजपूत, संजय लीला भंसाली

સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, રિયા ચક્રવર્તી, યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર સહિત મહેશ ભટ્ટની પહેલા પણ પુછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 38 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટૂંક સમયમાં તપાસ રિપોર્ટ રજૂ કરી શકે છે.