આ ગામમાં લાખો ઝેરી સાપની ખેતી થાય છે, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ…

જાણવા જેવું

દોસ્તો એક તરફ જ્યાં સાપના નામથી ઘણા લોકો ડરી જાય છે, તો બીજી તરફ ચીનમાં એક એવું ગામ છે જ્યાં ઝેરી સાપની ખેતી કરવામાં આવે છે. આ સાંભળીને ઘણા લોકોને જોરથી આંચકો લાગી શકે છે. તો ચાલો આપણે જાણીએ આ પ્રકારની ખેતી વિશે…

સાપનું નામ સાંભળતા જ ઘણા લોકોની નસોમાં ડરની લાગણી દોડવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવા હોય છે જે સાપને પોતાના ઘરમાં રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાપના કારણે જ આ લોકો પોતાનું ઘર ચલાવી શકે છે. વાસ્તવમાં ચીનના ઝેજિયાંગ પ્રાંતના એક ગામમાં આવું બને છે.

આ ગામમાં લોકો ઝેરીલા સાપ પાળે છે અને આ સાપોની ખેતી કરે છે. તમને જણાવી દઈએ કે ચીનના આ ગામનું નામ જિસિકિયાઓ છે. દર વર્ષે લગભગ 30 લાખ સાપની ખેતીને કારણે ગામમાં રહેતા લોકો આ સાપોને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બનાવે છે.

ચીનમાં સાપ ઉછેરની પરંપરા ઘણી જૂની છે. કહેવાય છે કે આ ગામમાં 1980માં પહેલીવાર સાપની ખેતી કરવામાં આવી હતી. એટલે કે આ ગામના લોકો ઘણાં વર્ષો સુધી ખેતરોમાં પાકને બદલે સાપ પાળે છે. ચીનની દવામાં પણ ઝેરી સાપનો ઉપયોગ થાય છે.

આ ગામમાં લગભગ 1,000 લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે. સાપના વેપારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંની વસ્તીને જોતા અહીં 100થી વધુ સ્નેક ફાર્મ છે. ચામડીના રોગોથી માંડીને કેન્સરની દવાઓ માટે લોકો સાપનો ઉપયોગ કરે છે.

કોબ્રા, અજગર, વાઇપર, રેટલ્સ જેવા ઝેરી સાપથી માંડીને બિનઝેરી સાપ સુધી તમામની ખેતી કરવામાં આવે છે. સાપના બચ્ચાને ઉનાળામાં પાળવામાં આવે છે અને શિયાળામાં વેચવામાં આવે છે. આ સાપ અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા, જર્મની સહિત વિશ્વના ઘણા દેશોમાં વેચાય છે.