જલ્દી માતા બનવા ની છે ‘કાંટા લગા ગર્લ’ શેફાલી ઝરીવાલા, કીધું – આના માટે પરાગ અને પરિવાર ને મનાવી લઇશ

મનોરંજન

બિગ બોસ 13 ફેમ સેફાલી ઝરીવાલા આ દિવસો માં એક મોટી ખુશખબરી ને લઈ ને ખબરો માં છે. વાસ્તવ માં શેફાલી જલ્દી માતા બનવા ની છે. એમણે પોતાના પતિ પરાગ ત્યાગી ની સાથે બાળક દત્તક લેવા નો નિર્ણય લીધો છે. શેફાલી એ બતાવ્યુ કે આ વાત અચાનક તેમના મગજ માં નથી આવી પરંતુ ઘણા લાંબા સમય થી બાળક દત્તક લેવા નો પ્લાન કરી રહ્યા હતા. હવે આ વાત ને લઈને એમના પરિવાર ની સંમતિ થઈ ગઈ છે.

બાળક ને દત્તક લેશે શેફાલી અને પરાગ

શેફાલી એ કીધું, જ્યારે હું 10-11 વર્ષ ની હતી ત્યારે મને દત્તક લેવા નો અર્થ ખબર પડી ગઈ હતી. એ સમયે મારા મગજ માં આવ્યો હતો કે હું પણ એક બાળક ને દત્તક લઉ. આ મારું મન હતું કે હું એક બાળક ને દત્તક લઉ, પરંતુ પરાગ અને મારા પરિવાર ને આ વાત સમજાવવું સરળ ન હતું. એ લોકો પણ પોતાની જગ્યા એ સાચા હતા. મારા પિતા એ પણ મને કીધું હતું કે પહેલા પોતાનું બાળક નો ઉછેર કરો પછી બીજા નું દત્તક લો.

આગળ શેફાલી કીધું કે આ નિર્ણય મોટો છે, પરંતુ જ્યારે પરાગ ને સમજાવ્યું કે એવા બાળક ને સારું જીવન આપવા ઈચ્છું છું જેને એના માતા-પિતા એ નથી અપનાવ્યો તો પરાગ ને સમજણ માં આવી ગયો. હવે પરાગ મારી સાથે છે. ત્યાજ માતા-પિતા મારા આ નિર્ણય પર અત્યારે પણ વિચાર કરી રહ્યા છે. છેલ્લા નિર્ણય મારો અને પરાગ નો છે અને ઇચ્છું છું કે એમાં મારો સાથ આપો. એમનો આશીર્વાદ હંમેશા મારી સાથે છે.

સરળ ન હતું પરિવાર ને મનાવવું

‘કાંટા લગા ગર્લ’ શેફાલી એ કીધું કે ભારત માં દત્તક લેવા ની પ્રક્રિયા એટલી સરળ નથી. અમે થોડા સમય પહેલાં આની શરૂઆત કરી હતી પરંતુ લોકડાઉન થવા ના કારણે બધુ બંધ થઈ ગયું અને આટલું સરળ પણ નથી. એમાં બે ત્રણ વર્ષ નો સમય લાગે છે. એમણે કીધું કે અમને રિસર્ચ કરવા માટે ઘણો સમય મળ્યો અને અમે સારા માતા-પિતા બનવા ની તૈયારી માં લાગેલા છે. હવે ઘણી વસ્તુ પર કામ કરી રહ્યા છે.

કેટલાક સમય પહેલાં પરાગ અને શેફાલી એ એક ફોટો શેર કર્યો હતો જેમાં શેફાલી નો બેબી બંપ દેખાઇ રહ્યો હતો. એના લીધે ફેંસ અનુમાન લગાવી રહ્યા હતા જલ્દી માતા બનવા ની છે. ત્યાં જ હવે શેફાલી ના બાળક દત્તક લેવા ની વાત થી આ સાફ થઈ ગયું કે એ પ્રેગનેટ નથી. આવા માં લોકડાઉન દૂર થયા પછી બધા ડોક્યુમેન્ટ નું કામ પૂરું થઈ જશે તો આશા છે કે જલદી જ શેફાલી ના ખોળા માં એક નાનું બાળક જોવા મળશે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો બિગ બોસ પછી પોતાના પતિ ની સાથે વેકેશન મનાવી રહી છે. શેફાલી 90 ના દશક માં કાંટા લગા ગીત થી ઘણી ખબરો માં હતી. આના સિવાય શેફાલી ઘણા રિયાલિટી શો માં પણ દેખાઈ. આના પછી શેફાલી બિગ બોસ 13 માં દેખાઇ. જોકે શેફાલી આ શો ની વિનર ન બની, પરંતુ દર્શકો નું મનોરંજન કર્યું. હવે બિગ બોસ થી આવ્યા પછી ફરી પોતાના પતિ ની સાથે સમય વિતાવી રહી છે. શેફાલી કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જે ફેન્સ ને ઘણા પસંદ આવે છે.

 

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.