બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી લગ્ન ના બંધન માં બંધાવા માટે તૈયાર છે. 5 ફેબ્રુઆરી, રવિવાર થી બંને ના લગ્ન ની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બંને પરિવાર સાથે 4 ફેબ્રુઆરી એ રાજસ્થાન ના જેસલમેર પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર ના સૂર્યગઢ પેલેસ માં લગ્ન કરી રહ્યા છે. સૂર્યગઢ પેલેસ ને દુલ્હન ની જેમ શણગારવા માં આવ્યો છે. સૂર્યગઢ પેલેસ માં યુગલ ના લગ્ન ની વિધિઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન મહેમાનો ના આગમન ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે કિયારા તેના પરિવાર સાથે મુકેશ અંબાણી ના ચાર્ટર્ડ પ્લેન માં જેસલમાર જવા રવાના થઈ હતી. મહત્વપૂર્ણ છે કે મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી અને કિયારા ખૂબ જ નજીક ના મિત્રો છે. કિયારા ની સાથે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જેસલમાર જવા રવાના થયા હતા.
કિયારા અડવાણી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યા પછી જ સિદ્ધાર્થ ની દુલ્હન બનશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે લગ્ન માં બોલિવૂડ માંથી અન્ય મહેમાનો પણ આવવા લાગ્યા છે. અભિનેતા શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જેસલમેર પહોંચી ગયો છે. આ બંને સાથે ફેમસ ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પણ જોવા મળ્યો હતો.
ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી એક વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, “# શાહિદ કપૂર # મીરા કપૂર # કરણ જોહર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ઉજવણી માટે જેસલમેર પહોંચ્યા હતા”.
આ વીડિયો કાલિના એરપોર્ટ નો છે. જેમાં શાહિદ તેની પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળી રહ્યો છે. બંનેની સાથે કરણ જોહર પણ જેસલમાર પહોંચી ગયો છે.
શાહિદ શાનદાર એથ્લેઝર માં જોવા મળ્યો હતો. જ્યારે મીરા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં જોવા મળી હતી. તેણી એ ટૂંકા કાળા રંગ નો સ્કર્ટ પહેર્યો હતો. જ્યારે કરણ પણ તેની શાનદાર અંદાજ માં જોવા મળ્યો હતો.
સિદ્ધાર્થ-કિયારા 7 ફેબ્રુઆરી એ સાત ફેરા લેશે
અગાઉ એવા અહેવાલ હતા કે સિદ્ધાર્થ અને કિયારા સાત ફેરા લીધા બાદ 6 ફેબ્રુઆરી એ જેસલમેર માં એકબીજા સાથે કાયમ માટે લગ્ન કરશે. જો કે, હવે એવું કહેવા માં આવી રહ્યું છે કે બંને 6 ફેબ્રુઆરી એ નહીં પરંતુ 7 ફેબ્રુઆરી એ સાત ફેરા લેશે. 5 ફેબ્રુઆરી થી શરૂ થયેલી લગ્નની વિધિ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે.
125 મહેમાનો સામેલ થશે
સિદ્ધાર્થ અને કિયારા ના શાહી લગ્ન માં લગભગ 125 મહેમાનો હાજરી આપવાના છે. મહેમાનો ની અવરજવર માટે કપલે લગભગ 70 લક્ઝરી કાર ની વ્યવસ્થા કરી છે. તે જ સમયે, સૂર્યગઢ પેલેસ ના 84 રૂમ મહેમાનો માટે સજાવવા માં આવ્યા છે.