PICS: બાબા કેદારનાથનો અભિષેક, શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ; પીએમ મોદી શિવ ભક્તિમાં લીન થયા

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિવભક્તિ કોઈનાથી છુપી નથી. દિવાળીના બીજા દિવસે એટલે કે ગુજરાતી નવવર્ષ કે ગોવર્ધન પૂજાના શુભ અવસર પર પીએમ મોદીએ કેદારનાથ ધામમાં તેમના આરાધ્ય ભગવાન શિવની પૂજા કરી. પીએમ મોદીએ રૂદ્રાભિષેક કરીને ભગવાન કેદારની આરતી કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ કેદારનાથ ધામની પરિક્રમા કરી હતી. આ પછી પીએમ મોદીએ આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા સહિત અનેક પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. પીએમની આ મુલાકાતની ખાસ વાત એ હતી કે આ પ્રવાસનું 11 જ્યોતિર્લિંગ સહિત 100 સ્થળોએ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

શ્રી કેદારેશ્વરો વિજયતે

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી એક છે. મંદિરનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેદારનાથ પહોંચ્યા છે. તેઓ સવારે 7.55 કલાકે ધામ પહોંચ્યા હતા.

બાગમ્બરની ભેટ

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

શુક્રવારે કેદારનાથના પૂજારી બાગેશ લિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂજા અર્ચના કરી હતી. પીએમની અત્યાર સુધીની પાંચ મુલાકાતોમાં પૂજારી બાગેશ લિંગે ત્રણ વખત પૂજા કરી છે.

પીએમ મોદીનું સ્વાગત

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

જ્યારે પીએમ દેહરાદૂનના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું.

PM એ કરી સમીક્ષા

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારપુરીમાં ચાલી રહેલા પ્રોજેક્ટને સીસીટીવીથી પણ નિહાળ્યો હતો. આ પછી પીએમ મોદીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કેટલાક પુનર્નિર્માણ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ પણ કર્યો.

આદિ શંકરાચાર્યનું ધ્યાન

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં બેસીને થોડીવાર ધ્યાન કર્યું. આ પછી, પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે જ્યારે તેઓ ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે જાણે ત્યાંથી પ્રકાશ કિરણ નીકળી રહ્યો છે.

જે કલ્યાણ કરે, એ જ શંકર છે.

Prime Minister Narendra Modi unveils the statue of Shri Adi Shankaracharya at Kedarnath in Uttarakhand

તેમની મુલાકાત દરમિયાન આપેલા સંબોધનમાં પીએમ મોદીએ આદિ શંકરાચાર્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સંસ્કૃતમાં શંકરનો અર્થ ‘શામ કરોતિ સહ શંકરઃ’ છે, એટલે કે જે કલ્યાણ કરે છે, તે શંકર છે. આ વ્યાકરણ આચાર્ય શંકર દ્વારા પણ પ્રત્યક્ષ પ્રમાણિત હતું.

કેદારનાથ ધામનો કાયાકલ્પ

Uttarakhand Temple Shiv Mandir JAI BABA KEDAR

આ મંચ પરથી PMએ ધાર્મિક સંકલ્પ સાથે પોતાના મનની વાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે કેદારનાથ ધામમાં લગભગ ચારસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.