ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી લગભગ બહાર થઈ ગઈ, #SackRohit ટ્વિટર પર ટ્રેન્ડ થયો…

રમત ગમત

દોસ્તો રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી લગભગ બહાર થઈ ગઈ છે. સુપર 4ની મેચમાં ભારતને પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બે હાર બાદ એશિયા કપમાંથી ભારતીય ટીમની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની આવી ખરાબ હાલત બાદ રોહિત શર્માની કેપ્ટન્સી અને તેના નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ રોહિત શર્માને નિશાન બનાવી રહ્યા છે. એશિયા કપમાં ભારતની હાર બાદ ટ્વિટર પર #SackRohit ટ્રેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતને પ્રથમ વખત સતત બે T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Twitter પર 25.5K કરતાં વધુ વપરાશકર્તાઓએ #SackRohit ને ટ્વિટ કર્યું છે. રોહિત શર્માની ખરાબ ટીમ સિલેક્શનથી તમામ ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ખૂબ જ નારાજ છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ એશિયા કપમાં પ્લેઈંગ ઈલેવનમાં જરૂર કરતા વધારે પ્રયોગ કર્યો છે. રોહિત શર્માના ઘણા દાવ રિવર્સ જોવા મળ્યા છે. રોહિત શર્માએ શાનદાર ફિનિશર દિનેશ કાર્તિકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો. આ પછી તેણે સારું પ્રદર્શન કરવા છતાં રવિ બિશ્નોઈ જેવા ઘાતક સ્પિનરને પડતો મૂક્યો. આ સિવાય તેણે કેએલ રાહુલને તેના ખરાબ પ્રદર્શન છતાં પ્લેઈંગ ઈલેવનમાં જાળવી રાખ્યો હતો.