બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ફિલ્મી દુનિયાથી અંતર રાખી રહી છે. પોતાની અભિનયથી દરેકનું દિલ જીતનાર રવિના ટંડનને આજે કોઈ ઓળખની જરૂર નથી. 90 ના દાયકામાં રવિનાએ હિન્દી સિનેમાને એકથી એક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે.
રવિનાએ તેના કરિયરમાં અક્ષય કુમાર, ગોવિંદા, અજય દેવગન, સુનીલ શેટ્ટી જેવા કલાકારો સાથે ઘણી ફિલ્મો કરી છે. હાલમાં તે ફિલ્મોથી દૂર છે પંરતુ એક સમય એવો હતો જ્યારે રવિના મોટા ભાગની ફિલ્મોમાં જોવા મળતી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે રવિના મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થઈ રહી હતી, ત્યારે જ તેને ફિલ્મો મળવાનું શરૂ થયું હતું. જેના કારણે રવિનાએ બીજા વર્ષમાં તેમનો અભ્યાસ છોડી દીધો અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. રવીના ટંડન પણ ફિલ્મોમાં દેખાતા પહેલા પ્રખ્યાત એડ મેકર પ્રહલાદ કક્કર હેઠળ કામ કરી હતી. રવિનાએ 2001 માં ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રવીનાને તેની પહેલી ફિલ્મ માટે તે જ વર્ષે ફિલ્મફેઅર ન્યૂ ફેસ એવોર્ડ પણ મળ્યો હતો.
વર્ષ 1994 માં રવિનાની ‘મોહરા’ અને ‘દિલવાલે’ ફિલ્મો બોક્સ ઑફિસ પર રીલિઝ થઈ હતી, જે હિટ સાબિત થઈ હતી. રવિના ટંડનને ફિલ્મ ‘મોહરા’ દ્વારા ઓળખવામાં આવી હતી. ફિલ્મ મોહરાના ગીતો આજે પણ લોકોની જીભ પર છે અને આ ફિલ્મથી રવીના બોલીવુડની મસ્ત મસ્ત ગર્લ તરીકે જાણીતી છે. ફિલ્મ ‘મોહરા’ દરમિયાન અક્ષય કુમાર અને રવિના ટંડનના પ્રેમ સંબંધ વિશે પણ ઘણી વાતો કરવામાં આવી હતી. રવિના ટંડનનાં લગ્ન બિઝનેસમેન અનિલ થદાની સાથે થયા છે અને તેમને બે સંતાનો પણ છે.