પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ નું 58 વર્ષ ની વયે નિધન, 42 દિવસ સુધી AIIMS માં દાખલ

મનોરંજન

40 દિવસ ના જીવન અને મૃત્યુ ની લડાઈ પછી પ્રખ્યાત કોમેડિયન, એક્ટર અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવે દુનિયા છોડી દીધી. તેમનું 58 વર્ષ ની વયે અવસાન થયું. તેમના નિધન થી ચાહકો ને આઘાત લાગ્યો છે. રાજુ ની વિદાય ચાહકો માટે મોટો ફટકો હતો.

raju srivastav

રાજુ ના મૃત્યુ ની તેના પરિવારે પુષ્ટિ કરી હતી. રાજુ લગભગ 42 દિવસ સુધી દિલ્હી AIIMS માં દાખલ હતા. તેમના મૃત્યુ થી સૌ કોઈ આઘાત માં છે. આ તેની જવાની ઉંમર નહોતી. બધાને હસાવનાર રાજુએ બધાને રડતા મૂકી દીધા. તેમણે 58 વર્ષની વયે દિલ્હી ની AIIMS માં અંતિમ શ્વાસ લીધા.

raju srivastav

રાજુ શ્રીવાસ્તવ એક મહાન હાસ્ય કલાકાર હોવાની સાથે સાથે અભિનેતા પણ હતા અને તેઓ રાજકારણી પણ બની ગયા હતા. રાજુ ભારતીય જનતા પાર્ટી ના સભ્ય હતા. રાજુ એ બોલિવૂડ ફિલ્મો માં પણ કામ કર્યું હતું. તેમની કોમેડી અને હસતા ચહેરા થી દર્શકો હંમેશા પ્રભાવિત થયા હતા.

raju srivastav

તમને જણાવી દઈએ કે દિલ્હી માં 10 ઓગસ્ટ ના રોજ તે જીમ માં કસરત કરતી વખતે નીચે પડી ગયો હતો. ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ હવે 42 દિવસ પછી તેમના વિશે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

raju srivastav

રાજુ ને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેને બચાવી શકાયો નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈ એ ટ્વિટ કર્યું કે, “કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું 58 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું, તેના પરિવારે પુષ્ટિ કરી. જિમ વર્કઆઉટ દરમિયાન તેમને છાતી માં દુ:ખાવો ઉપડ્યો અને તેઓ પડી ગયા બાદ 10 ઓગસ્ટ ના રોજ તેમને દિલ્હી AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા.

બુધવારે મોડી રાત્રે વારંવાર આવ્યો એટેક

બુધવારે રાત્રે રાજુ ની હાલત ખરાબ થઈ ગઈ હતી. બુધવારે રાત્રે તેને વારંવાર હુમલા આવતા હતા. ડોક્ટરો ને ખબર પડી કે રાજુના મગજના એક ભાગમાં સોજો છે. તેમની તબિયત સતત બગડતી રહી અને થોડા સમય પહેલા જ તેમણે દુનિયા છોડી દીધી.

raju shrivastav

દિગ્ગજો એ શોક વ્યક્ત કર્યો, ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી…

‘રામાયણ’ માં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલે ટ્વીટ કર્યું, “અમારા મિત્ર અને કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ, જેઓ સતત એક મહિનાથી હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યા છે, આખરે જીવનની લડાઈ હારી ગયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. “શાંતિ”.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા એ લખ્યું કે, “પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજી ના દુઃખદ અવસાન ના સમાચાર અત્યંત દુઃખદાયક છે. તેમનું અવસાન કોમેડી જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન સદ્ગત આત્મા ને પોતાના ચરણો માં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. શાંતિ!”.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, “પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનથી હું ખૂબ જ દુખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ!”.

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન દિવંગત આત્મા ને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુઃખ ની આ ઘડી માં તેમના પરિવાર અને તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.