માં બનવાના સમાચાર પર પૂનમ પાંડેએ તોડ્યું મૌન – ‘પેંડા વહેચીશ જો હું પ્રેગ્નેન્ટ થઇ તો’

મનોરંજન

તેની બોલ્ડનેસ અને હોટ સ્ટાઇલ માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે મોટાભાગે લગ્ન બાદ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીના સમાચારો સોશિયલ મીડિયા પર જોર પકડ્યા છે. સમાચાર છે કે પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બે ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હવે તાજેતરમાં પૂનમે આ બધા સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

તાજેતરના ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું છે કે- ‘જબરદસ્તી નું પ્રેગ્નેન્ટ ના બનાવો. કોઈ સ્ત્રી માટે આ સારા સમાચાર હોઈ શકે છે, પરંતુ મારા માટે તે ખરાબ સમાચાર છે. કારણ કે હું ગર્ભવતી નથી. મને એક વાર પૂછો. મારું જીવન ખુલ્લા પુસ્તક જેવું છે. જો હું ગર્ભવતી હોઉં તો પેંડા વહેચીશ.

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેણે પોતાના લગ્નના ફોટા શેર કર્યા અને ચાહકોને માહિતી આપી.

જોકે, લગ્નના 12 દિવસ બાદ પૂનમ પાંડેએ તેના પતિ સેમ પર મારામારી કરવાનો આરોપ લગાવતા તેને જેલમાં મૂકી દીધો હતો. જો કે, એક દિવસ પછી જ તેને જામીન મળી ગયા અને થોડા દિવસો પછી બંનેમાં સમાધાન પણ થઈ ગયું. હવે આ દંપતી એક સાથે તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે.