ઘણી ફટાફટ અંગ્રેજી બોલે છે આ ભિખારી બાબા, ઇંગ્લિશ ગીત પણ સૂર માં ગાય છે. જુઓ વિડીયો

 ઘણી ફટાફટ અંગ્રેજી બોલે છે આ ભિખારી બાબા, ઇંગ્લિશ ગીત પણ સૂર માં ગાય છે. જુઓ વિડીયો

ટેલેન્ટ એક એવી વસ્તુ છે જે અમીરી કે ગરીબી નથી જોતો. જો તમારી અંદર કાબેલિયત અને શીખવા ની લગન છે તો તમે પણ કોઈ ખાસ ટેલેન્ટ ના માસ્ટર હોઈ શકો છો. ફટાફટ ઇંગ્લિશ બોલવું આજે પણ દરેક ના બસ ની વાત નથી. ખાસ કરીને ઘણાં મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ ના લોકો ના મોઢા થી અંગ્રેજી ઓછું સાંભળવા મળે છે. આવા માં આજે અમે તમને કહીએ કે એક ભિખારી જે ઘણું સારું ઇંગલિશ બોલે છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. સામાન્ય રીતે ભિખારીઓ થી અંગ્રેજી માં વાત કરવા ની કોઈ આશા નથી રાખતા. આપણા માંથી તો ઘણા એમને કામ વગર ના સમજી ને ઇગ્નોર કરી દઈએ છીએ.

જો કે તમે આ વાત ભૂલી રહ્યા છો કે કોઈ શોખ થી ભીખ નથી માંગતા. વધારે પડતા લોકો મજબૂરી માં ભીખ માંગે છે. ઘણીવાર તો પરિસ્થિતિઓ ખરાબ હોવા ના કારણે ભણેલા લખેલા લોકો પણ ભીખ માંગવા પર મજબૂર થઇ જાય છે. હવે બિહાર ના પટના શહેર ના આ બાબા ને જ લઇ લો. જ્યારે તમે આ બાબા ના મોઢા થી ઇંગ્લીશ સાંભળશો તો તમારા કાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વાસ્તવ માં આ દિવસો માં સોશિયલ મીડિયા પર અંગ્રેજી બોલવા વાળા એક ભિખારી નો વિડીયો ઘણી ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે આ ભિખારી ના માત્ર સારી અંગ્રેજી બોલી રહ્યો છે પરંતુ ઇંગલિશ સોંગ પણ ગાઈ શકે છે.

Watch Viral Video Of Patna Beggar Speaking Fluent English Will ...

વીડિયો માં એક માણસ ભિખારી થી અંગ્રેજી માં પૂછે છે કે તમે લિવિંગ માટે શું કરો છો આ તો ભિખારી ઇંગલિશ માં જવાબ આપતા કહે છે “I beg” એટલે કે હું ભીખ માંગું છું. એના પછી માણસ પૂછે છે કે તમે દિવસભર શું ખાવ છો તો ભિખારી અંગ્રેજી માં જવાબ આપતા કહે છે, “Whatever the almighty gives me, I am happy with that.” ઉપરવાળો જે પણ આપે છે એનાથી ખુશ રહું છું.

This Beggar Speaks Fluent English, But It Is The Message That The ...

પછી એનાથી પૂછવા માં આવે છે કે તમે ભીખ માગવા ના સિવાય બીજું શું કરો છો. એના ઉપર ભિખારી અંગ્રેજી માં જવાબ આપે છે, “I am a singer and a dancer. My name is Sunny Baba.” આનો અર્થ છે કે હું સિંગર અને ડાન્સર છું મારું નામ સની બાબા છે. આના પછી સની બાબા 1959 નો Jim Reeves નું ક્લાસિકલ ગીત ‘He’ll Have To Go’ ગાય છે. રસપ્રદ વાત તો એ છે કે આ ઇંગલિશ સોંગ પણ ઘણા સૂર ની સાથે અને યોગ્ય ઉચ્ચારણ ની સાથે ગાય છે. ચાલો હવે વીડિયો માં ભિખારી ને જોઈ લઈએ.

સોશિયલ મીડિયા પર લોકો ને આ વિડિયો પસંદ આવ્યો છે. ભિખારી ના મોઢા થી અંગ્રેજી ભાષા સાંભળી ઘણા લોકો હેરાન છે. આજે ઘણા લોકો ને ખુશ પણ થઈ ગયા. એક વાત લોકો ને ઘણી પસંદ આવી કે ભિખારી બાબા પોતાની આવી લાઈફ હોવા છતાં ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. એમને કોઈ વસ્તુ ની લાલચ નથી. કોઇએ આશંકા પણ બતાવી કદાચ કોઈ ખરાબ સ્થિતિ ના કારણે એ રોડ પર ભીખ માંગવા પર મજબૂર થયા હશે.