સમન્થા રુથ પહેલા આ હસીના સાથે લગ્ન કરવાના હતા એક્ટર નાગા ચૈતન્ય, આ કારણે તૂટી ગયો સંબંધ…

મનોરંજન

દક્ષિણ સિનેમાના અભિનેતા નાગા ચૈતન્યએ 23 નવેમ્બરના રોજ તેમનો 35મો જન્મદિવસ ઉજવે છે. હાલમાં અભિનેતાના થોડા સમય પહેલા અભિનેત્રી સમન્થા રૂથ સાથે છૂટાછેડા થયા હતા. જોકે છૂટાછેડા પછી, નાગા મીડિયામાં ખૂબ ચર્ચામાં પણ આવ્યા હતા. આ સાથે ઘણા ચાહકોના કપલના અલગ થયા પછી દિલ તૂટી ગયા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન માટે નાગા ચૈતન્યની પહેલી પસંદ નહોતા.

આ પહેલીવાર નથી જ્યારે નાગાનું દિલ તૂટી ગયું હોય. આ પહેલા પણ નાગાનું દિલ તૂટી ચૂક્યું છે. રિપોર્ટ્સ અનુસાર, નાગા 2013માં કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનના પ્રેમમાં હતો. 2013 સાઉથ ઈન્ડિયન ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં બંને વચ્ચેની નિકટતા ઘણું કહી રહી હતી.

એવું પણ કહેવાય છે કે નાગા શ્રુતિ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ શ્રુતિની બહેન અક્ષરા હસને થયેલી ગેરસમજને કારણે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો શ્રુતિ નાગા અને અક્ષરા એક સાથે એક ફંક્શનમાં ગયા હતા. ત્યાં શ્રુતિએ પરફોર્મ કરવાનું હતું પણ બાકીના બેને ક્યાંક છોડીને જવાનું હતું. શ્રુતિએ નાગાને અક્ષરાને ડ્રોપ કરવા કહ્યું પરંતુ સમયની સમસ્યાને કારણે નાગાને એકલા જવું પડ્યું હતું બાદમાં આ બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યું હતું. કહેવાય છે કે આ પછી શ્રુતિએ એક્ટર સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

શ્રુતિ પછી સામંથા રૂથ પ્રભુએ નાગાના જીવનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી કપલે 2017 માં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. આ લગ્નમાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ સાડા ત્રણ વર્ષ પછી કપલે છૂટાછેડાની જાહેરાત કરી છે. તેઓ બંનેએ પોતપોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ દ્વારા પોતાના અલગ થવાની જાણકારી આપી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નાગા ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી બોલીવુડમાં પ્રવેશ કરશે. તે જ સમયે, સામંથા હવે અલ્લુ અર્જુનની ફિલ્મમાં આઈટમ નંબર કરશે.