ઘણા વર્ષો પછી બોલિવૂડ માં બની રહી છે મલ્ટિસ્ટારર ફિલ્મ, મિથુન, સની, જેકી અને સંજય દત્ત ની જોરદાર એક્શન જોવા મળશે

મનોરંજન

બોલિવૂડ માં સિંગલ સ્ટાર ફિલ્મો ના સતત ફ્લોપ પછી, ફિલ્મ નિર્માતાઓ ફરી એકવાર જૂની ફોર્મ્યુલા એટલે કે મલ્ટી-સ્ટારર ફિલ્મ તરફ આગળ વધી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ, અક્ષય કુમાર કે અજય દેવગન આ દિવસો માં બોક્સ ઓફિસ પર કોઈ જાદુ નથી ચલાવી રહ્યા. નોંધનીય છે કે મલ્ટી સ્ટારર ફિલ્મ માં ઘણા હીરો અને હિરોઈન મુખ્ય ભૂમિકા માં સાથે હોય છે અને આમાંની મોટાભાગ ની ફિલ્મો એક્શન આધારિત હોય છે.

મિથુન ફરી એક્શન અવતાર માં

મિથુન ચક્રવર્તી એ આવી એક્શન ફિલ્મ ની જવાબદારી પોતાના ખભા પર લીધી છે, જેમાં તે ફરી થી ‘આદમી’, ‘દાના પાની’, ‘હુકુમત કી આંધી’ ના અવતાર માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે.

અભિનેતા સની દેઓલ તેની આગામી ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા 2’ નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી આ મોટી ફિલ્મ માં જોડાશે જેમાં સની દેઓલ સાથે મિથુન દા નો ફાઇટીંગ સીન જોવા મળશે. આ ફિલ્મ માં જેકી શ્રોફ અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકા માં હશે.

અહેમદ ખાન આ ફિલ્મ નું નિર્માણ કરશે

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા અહેમદ ખાન તેની આગામી ફિલ્મ ‘ઓમ ધ બેટલ વિદઇન’ ની રિલીઝ પછી તરત જ આ નવી ફિલ્મ પર કામ શરૂ કરશે.

ઝી સ્ટુડિયો એ આ પ્રોજેક્ટ માટે અહેમદ ખાન સાથે જોડાણ કર્યું છે. જોકે, સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.

અહેવાલો અનુસાર, જ્યારે અહેમદ ખાને આ ફિલ્મ માટે મિથુન ચક્રવર્તી સાથે વાત કરી અને તેને કહ્યું કે તે તેને ફિલ્મ માં એક્શન કરવા માંગે છે, તો મિથુન દા એ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઘણા વર્ષો પહેલા એક ફિલ્મ ના એક્શન સીન માં મિથુન દા ને પીઠ માં ઈજા થઈ હતી. જેના પછી એમણે એક્શન છોડી દીધું હતું, પરંતુ અહેમદ ના વારંવાર કહેવા પર એમણે આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી.

આ ફિલ્મ માં મિથુન અને સની દેઓલ ની સાથે સંજય દત્ત અને જેકી શ્રોફ પણ સામેલ થશે. અહેવાલ છે કે સંજય નો રોલ અધીરા જેવો જ હશે. જેકી માટે ખાસ રોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ નું નિર્દેશન વિવેક ચૌહાણ કરશે. ફિલ્મ નું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ મહિના થી મુંબઈ માં શૂટિંગ શરૂ થઈ શકે છે.