રૂપા ગાંગુલી એ 3 વખત આત્મહત્યા કરવા નો પ્રયાસ કર્યો હતો, તે પતિ સાથે હોવા છત્તા લિવ-ઇન રિલેશનશિપ માં રેહતી હતી

મનોરંજન

‘મહાભારત’ માં દ્રૌપદી નો રોલ કરનારી અભિનેત્રી રૂપા ગાંગુલી નું અંગત જીવન દુ:ખ થી ભરેલું હતું. તે તેના જીવન થી એટલી દુઃખી હતી કે તેણે ઘણી વખત આત્મહત્યા કરવા નો પ્રયાસ પણ કર્યો હતો.

roopa ganguly

‘મહાભારત’ શો એ તેમને રાતોરાત દરેક ઘર માં પ્રખ્યાત કરી દીધા હતા અને તેની કારકિર્દી ટોચ પર હતી. પરંતુ હજી પણ તે ખુશ નહોતી.

લગ્ન પછી જીવન બદલાઈ ગયું

roopa ganguly

1992 માં તેણે મિકેનિકલ ઇજનેર ધ્રુબો મુખર્જી સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી, તેણે અભિનય કારકિર્દી છોડી દીધી અને તેનું સમગ્ર ધ્યાન પરિવાર પર કેન્દ્રિત કર્યું. તે મુંબઈ છોડી ને પતિ સાથે કોલકાતા ગઈ હતી. આ લગ્ન થી તેમને બે પુત્રો પણ હતા. તેના જીવન માં બધું બરાબર ચાલતું હતું. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેના પતિ સાથે તેના સંબંધો બગડવા ની શરૂઆત થઈ અને તેણે વર્ષ 2007 માં આગળ ના મકાન માં રહેવાનું શરૂ કર્યું. લગ્ન ના 14 વર્ષ પછી છૂટાછેડા લીધા અને જાન્યુઆરી 2009 માં તેના પતિ થી વિધિવત રીતે અલગ થઈ ગયા.

roopa ganguly

ત્રણ વખત આત્મહત્યા કરવા નો પ્રયાસ

રૂપા ગાંગુલી તેના પતિ ધ્રુબો મુખર્જી ની વર્તણૂક થી એટલી નારાજ હતી કે તેણે ઘણી વાર પોતાનું જીવન સમાપ્ત કરવા નો પ્રયાસ કર્યો. એક મુલાકાત માં રૂપા ગાંગુલી એ ખુદ આ વાત નો ખુલાસો કરતા કહ્યું હતું કે મેં એકવાર નહીં પરંતુ ત્રણ વાર આત્મહત્યા કરવા નો પ્રયાસ કર્યો હતો. ધ્રુબો મને મારા રોજ ના ખર્ચ માટે પૈસા પણ નહોતો આપતો.

roopa ganguly

રિયાલિટી શો ‘સચ કા સામના’ માં દેખાઈ ચૂકેલી રૂપા ગાંગુલી એ પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલી ને લોકો ને કહ્યું કે તેણે ઘણી સૂવા ની ગોળીઓ લીધી હતી. પરંતુ દરેક વખતે તે બચી ગઈ. દરેક વખતે ભગવાન એ તેમને બચાવ્યો.

બોયફ્રેન્ડ સાથે રહેવાનું શરૂ કર્યું

roopa ganguly

પતિ સાથે ના ખરાબ સંબંધો ને કારણે રૂપા ગાંગુલી સંપૂર્ણ રીતે એકલા રહી. તે દરમિયાન, દિબયેન્દુ તેના જીવનમાં આવ્યો. જે ગાયક હતો અને તેનાથી 13 વર્ષ નાનો હતો. એમણે રૂપા ગાંગુલી નો હાથ પકડ્યો હતો જ્યારે તેણી પાસે કંઈ ન હતું. પતિથી છૂટા થયા પછી, તે દિબયેન્દુ ની સાથે તેના મુંબઈ ના ફ્લેટ માં રહેવા ગઈ હતી. પરંતુ કેટલાક વર્ષો પછી તેઓ તૂટી ગયા અને તેઓ પણ એકબીજા થી અલગ થઈ ગયા.

roopa ganguly

તેણે શો દરમિયાન દિબ્યેન્દુ અને તેના સંબંધો વિશે પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે તે દિબ્યેન્દુ સાથે રહેતી હતી. તે પછી તેના પતિ થી છૂટાછેડા લીધા ન હતા.

ઘણી ફિલ્મો માં કામ કર્યું

roopa ganguly

રૂપા ગાંગુલી એ હિન્દી અને બંગાળી ભાષા ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ આજે પણ તે ‘મહાભારત’ માં દ્રોપદી ની ભૂમિકા માટે જાણીતી છે. અભિનય ઉપરાંત તે રાજકારણ માં પણ ખૂબ સક્રિય છે અને રાજ્યસભા ના સાંસદ છે. તે વર્ષ 2015 માં ભાજપ પાર્ટી માં સામેલ થઈ હતી અને ચૂંટણી પણ લડી હતી. આ પક્ષ વતી, તેમને વર્ષ 2016 માં રાજ્યસભા માં મોકલવા માં આવ્યા હતા.