વર્ષ 2020 ને જો સૌથી ખરાબ વર્ષ કહેવા માં આવે તો ખોટું નહીં હોય. આ વર્ષે ઘણી મોટી હસ્તીઓ એ આપણો સાથ છોડી દીધો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી લઈ ને ટીવી ઈન્ડસ્ટ્રી માં ઘણા ઓળખીતા ચહેરા હંમેશા માટે ખોવાઈ ગયા. આવા માં ટીવી ની દુનિયા ની એક સારી એક્ટ્રેસ ના નિધન ની ખબર સામે આવી છે. 19 ઓક્ટોબર એ નાના પડદા ની ફેમસ અભિનેત્રી ઝરીના રોશન ખાન નું નિધન થઈ ગયું.
ઝરીના રોશન ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા સીરિયલ માં કામ કર્યું હતું. આ સીરિયલ થી એમને ઓળખાણ મળી હતી અને ઘર ઘર માં લોકપ્રિય થઇ ગઇ હતી. આવા માં અચાનક થી ઝરીના નુ જવું મોટા દુખ થી ઓછું નથી.
બતાવી દઈએ કે, એક્ટ્રેસ એ કાર્ડિયાક અરેસ્ટ ના કારણે દુનિયા છોડી દીધી. એ માત્ર 54 વર્ષ ની હતી. ઝરીના નો નિધન થી ફેંસ તો દુઃખી છે, પરંતુ સાથી કલાકારો ની વચ્ચે પણ દુઃખ ફેલાયેલું છે. ઝરીના માત્ર નાના પડદા સુધી સીમિત ના હતી, પરંતુ કેટલીક ફિલ્મો માં પણ અભિનય કરી ચૂકી હતી. જોકે, આ વાત બીજી છે કે એમને ઓળખાણ સીરીયલ એ અપાવી.
ટીવી સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’ મા ઝરીના એ ‘ઇન્દુ સૂરી’ નું પાત્ર કર્યો હતો, જે દર્શકો ની વચ્ચે ઘણું પોપ્યુલર હતું. અચાનક એમની મૃત્યુ એ બધા ને હેરાન કરી દીધું. ઝરીના ને શ્રદ્ધાંજલિ આપતા એક્ટર શબ્બીર આહુવાલિયા અને શ્રુતિ ઝા એમના ફોટો ની સાથે એક પોસ્ટ શેર કર્યો.
ઝરીના ની સાથે પોતાનો એક ફોટો શેર કરતા શબ્બીર એ લખ્યું, ‘યે ચાંદ સા રોશન ચહેરા’. શબ્બીર ના આ પોસ્ટ પર શ્રદ્ધા આર્યા, મૃણાલ ઠાકોર, અંકિત મોહન અને બીજા સ્ટાર્સે પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા ઝરીના ને શ્રદ્ધાંજલિ આપી.
ત્યાંજ એક્ટ્રેસ શ્રુતિ એ શ્રદ્ધાંજલિ આપતા એમનો વિડીયો શેર કર્યો. શ્રુતિ એ વીડિયો શેર કર્યો એમાં ઝરીના મસ્તી માં ડાન્સ કરતા દેખાઈ રહી છે. સાથે ઝરીના ની સાથે પોતાનો એક ફોટો પણ શ્રુતિ એ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો.