બોલિવૂડ અને રાજકારણ વચ્ચેનો સંબંધ જૂનો રહ્યો છે અને ઘણા કલાકારોએ રાજકારણમાં પગ મુકીને મોટું સ્થાન હાંસલ કર્યું છે. આ સાથે કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમણે સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગઈ હતી. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ શામેલ છે.
વૈજયંતી માલા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ હતા. જોકે 1999માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
દિગ્ગજ અભિનેત્રી નફીસા અલીએ પણ કોંગ્રેસ સાથે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી પરંતુ 2004માં તે સમાજવાદી પાર્ટીમાં ચાલ્યા ગયા હતા. જોકે 2009માં તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં પાછા ફર્યા અને હાલમાં તે સક્રિય રાજકારણથી દૂર છે.
ઉર્મિલા માતોંડકર 2019માં કોંગ્રેસમાં જોડાઈ હતી અને લોકસભાની ચૂંટણી પણ લડી હતી. એક વર્ષ પછી ઉર્મિલા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ હતી.
અર્શી ખાન 2019માં કોંગ્રેસમાં જોડાઈ હતી પરંતુ થોડા સમય પછી તેણે પોતાની જાતને રાજકારણથી દૂર કરી લીધી હતી.
સાઉથની સુપરસ્ટાર ખુશ્બુ સુંદરે પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીથી શરૂ કરી હતી. વર્ષ 2020માં તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ હતી.