આ ગંભીર બીમારી સામે લડી રહી છે જયા બચ્ચન, વહુ એશ્વર્યા સહિત પરિવારના લોકો રાખે છે ખ્યાલ….

મનોરંજન

બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન જાણીતી અભિનેત્રી રહી છે. 70 ના દાયકામાં તેણે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કરીને પુરસ્કારો જીત્યા છે. જયા બચ્ચન હજુ પણ કેટલીક ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે છે પરંતુ કેટલીકવાર તે તેના ગુસ્સાવાળા વીડિયોને કારણે સમાચારોમાં રહે છે. જો કોઈ ફોટોગ્રાફર તેની તસવીર લે છે, તો તે તરત જ તેનો ક્લાસ લઈ લે છે. જયા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

હવે તાજેતરમાં જ થોડા દિવસો પહેલા જયાનો ઉગ્ર દેખાવ ત્યારે જોવા મળ્યો જ્યારે તે મુંબઈના વિસ્તારમાં ડેન્ટલ ક્લિનિકમાં પહોંચી હતી. જયાની કાર જોઈને ફોટોગ્રાફરો પણ અટકી ગયા અને તેની તસવીરો લેવા લાગ્યા હતા. આ જોઈને જયા બચ્ચન તેના પર ગુસ્સે થઈ ગયા અને ફોટો લેવા બદલ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ ફોટોગ્રાફરોએ જયા બચ્ચનની માફી માંગવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જયાનો આ ગુસ્સો ભરેલો દેખાવ જોઈને દરેકને આઘાત લાગ્યો છે અને તેના ચાહકોને જયાને આટલો ગુસ્સો કેમ આવે છે તે જાણવામાં ખૂબ જ રસ છે. કહેવાય છે કે જયાનો ગુસ્સો બિનજરૂરી નથી પણ એક રોગ છે.

હા, બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચન એક ભયંકર રોગ સામે લડી રહ્યા છે. આ રોગને કારણે, તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. આ રોગનું નામ ‘ક્લોસ્ટ્રોફોબિયા’ છે. આ એક પ્રકારનો ડર છે, એટલે કે એક પ્રકારનો ગભરાટ ડિસઓર્ડર છે, જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ક્લોસ્ટ્રોફોબિયા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે.

આ રોગમાં તે વ્યક્તિ લિફ્ટ, એરપ્લેન, ગુફા, ચેન્જ રૂમ, ઓટોમેટિક ડોર લોક જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા ડરે છે. જયા બચ્ચનની બીમારીનો ખુલાસો તેમના પુત્ર અને પુત્રીએ પોતે કર્યો હતો.

શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચને કરણ જોહરના શોમાં કહ્યું હતું કે ‘જયા બચ્ચનને કોક્લાસ્ટ્રોફોબિયા છે. આ એવી માનસિક સ્થિતિ છે જેમાં ભીડ જોઈને વ્યક્તિ અચાનક પરેશાન થઈ જાય છે. આ સિવાય તેમને કેમેરાની ફ્લેશ સાથે પણ સમસ્યા છે. આ જ કારણ છે કે જયાને પણ ગીચ સ્થળોએ ખૂબ ગુસ્સો આવે છે. તે જ સમયે પરિવારના લોકો પણ તેમના રોગને સમજીને તેમના ગુસ્સાને અવગણે છે અને અમિતાભ બચ્ચન, એશ્વર્યા, અભિષેક બધા પરિવારમાં આનું ધ્યાન રાખે છે.