વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ થતા જ ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, સૌથી મોટા મેચ વિનરે છોડી ટીમ..

રમત ગમત

દોસ્તો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ થતા જ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શુક્રવારે ઘૂંટણની ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ અહીં ત્રણ મેચની શ્રેણીની શરૂઆતની ODI પહેલા તેની ફિટનેસ વિશે માહિતી આપી હતી. બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “રવીન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો છે.”

બીસીસીઆઈએ કહ્યું કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે અને ત્રીજી વનડેમાં તેની ભાગીદારી અંગે નિર્ણય તે મુજબ લેવામાં આવશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરત ફરેલા દિગ્ગજ ઓલરાઉન્ડર જેસન હોલ્ડર પણ કોવિડ-19થી સંક્રમિત હોવાને કારણે આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.