વિક્કી કૌશલની ગેરહાજરીમાં આવી રીતે ટાઇમપાસ કરે છે કેટરિના, આ છે સાબિતી..

મનોરંજન

દોસ્તો કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના લગ્ન બાદથી સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં રહે છે. આ દરમિયાન કેટરીનાએ માલદીવનો એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે કેટરીના યોગ્ય ટાઈમપાસ કરી રહી છે.

કેટરીનાએ ઈન્સ્ટા સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને ટેગ કરીને અભિનેત્રીએ માલદીવ અને હોટલનું નામ લખ્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી આ દિવસોમાં માલદીવમાં છે. આ વીડિયોમાં કેટરીના હાથ આગળ કરી રહી છે જેમાં ઘણા પોપટ તેના હાથ પર બેસીને ખોરાક ખાઈ રહ્યા છે. તેમને જોઈને કેટરીના ખૂબ જ ખુશ થઈ રહી છે.

આ વીડિયોમાં કેટરીના સિમ્પલ લુકમાં અને મેકઅપ વગર જોવા મળી રહી છે. અભિનેત્રીએ ગુલાબી ટી-શર્ટ પહેરી છે. આ સાથે તેણે જીન્સ પહેર્યું છે.

આ પહેલા કેટરીના કૈફની બેડરૂમ સેલ્ફીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. આ તસવીરમાં કેટરિના માત્ર લાલ રંગનો શર્ટ પહેરેલી જોવા મળી હતી. આ તસવીરમાં કેટરીના હળવા મેકઅપ સાથે વાળ ખોલતી જોવા મળી હતી.

કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન પછી તેમની પહેલી લોહરી એકસાથે ઈન્દોરમાં સેલિબ્રેટ કરી હતી. લોહરી સેલિબ્રેટ કરતા બંનેની તસવીર પણ વાયરલ થઈ હતી. જેમાં બંને ખૂબ જ ખુશ અને રોમેન્ટિક અંદાજમાં સાથે જોવા મળ્યા હતા. આ તસવીર વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં કેટરીના લાલ સલવાર-કુર્તા પહેરેલી જોવા મળી હતી અને હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. વળી કેટરિનાએ સૂટ સાથે બ્લેક લેધર જેકેટ પણ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના અને વિકીએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ અને બંનેના કેટલાક પરિવારોએ હાજરી આપી હતી. વળી આ લગ્નને રોયલ બનાવવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.