કેમિકલ થી પાકેલી કેરી બની શકે છે કેન્સર નું કારણ, જાણો બજાર માં એની ઓળખાણ કઈ રીતે કરી શકાય

જાણવા જેવું

કેરી એક એવું ફળ છે જેને જોવા માત્ર થી મોઢા માં પાણી આવી જાય છે. હવે ગરમી ની સિઝન માં તો કેરી ઘણી આવે છે. આ સીઝન જ રસીલી અને મીઠી કેરી ખાવા ની હોય છે. કેરી માં પણ ઘણા પ્રકાર ની વેરાયટી આવે છે. રંગ, રૂપ અને આકાર માં અલગ અલગ હોય છે. કેરી ગમે તેવી હોય ખાવા માં ઘણી મજા આવે છે. શું તમે જાણો છો કે બજાર માં વેચવા માં આવતી કેરી જો કેમિકલ થી પાકેલી છે તો એ તમારા સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ઘણા વિક્રેતા કેરી ને જલ્દી વહેંચવા અને સારું દેખાડવા ના ચક્કર માં એને પ્રાકૃતિક રીતે પાકવા ની રાહ નથી જોતા અને કેમિકલ લગાવી ને ફટાફટ પકવી દે છે.

કેમિકલ થી પાકેલા ફળ થી થઈ શકે છે આ બીમારી

કેમિકલ થી પાકેલા ફળ ખાવા થી કેન્સર થવા થી લઈ ને નર્વસ સિસ્ટમ ખરાબ થવા સુધી ના ચાન્સ રહે છે. એનાથી તમને સ્કીન કેન્સર, કોલોન કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્રેન ડેમેજ અને લીવર ફાઇબ્રોસીસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આના સિવાય તમારા નર્વસ સિસ્ટમ થી જોડાયેલા ઘણા રોગ પણ થઈ શકે છે. ફળ ને પકવવા માં માટે વધારે પડતા કેલ્શિયમ કાર્બાઇડ, એસિટીલીન ગેસ, કાર્બન મોનોક્સાઈડ, પોટેશિયમ સલ્ફેટ, ઈથીફોન, પ્યુટ્રીજિયન, ઓક્સીટોસિન જેવા ભયાનક કેમિકલ નો ઉપયોગ કરવા માં આવે છે.

કેવી રીતે ઓળખી શકાય કે ફળ કેમિકલ થી પકવેલું છે કે નહીં?

કેમિકલ થી પાકેલા ફળો લીલા અને પીળા રંગ ના પેચીસ દેખાય છે ફળ માં જે ભાગ માં કેમિકલ લાગેલું હોય છે એ પીળું થઈ જાય છે અને બાકી નો ભાગ લીલો રહી જાય છે. જ્યારે પ્રાકૃતિક રીતે પાકેલા ફળ માં આવું જોવા નથી મળતું.
કેમિકલ થી પાકેલી કેરી ને કાપવા માં આવે તો અંદર થી ક્યાંક પીળી તો ક્યાંક સફેદ દેખાય છે. આનાથી વિપરીત પ્રાકૃતિક રીતે પાકેલી કેરી સંપૂર્ણ પીળી જ હોય છે.
કેમિકલ વાળી કેરી ની છાલ ભલે બહાર થી પાકેલી દેખાય પરંતુ અંદર થી કાચી નીકળે છે.
કેમિકલ થી પકવેલા ફળ ખાવા થી મોઢા નો સ્વાદ બેકાર થઇ જાય છે. કેટલીક બાબત માં મોઢા માં થોડી જલન પણ થાય છે. કેટલાક લોકો ને આનાથી પેટ નો દુખાવો, ઉલ્ટી અને ડાયેરિયા પણ થઈ જાય છે.

ફળ લેતી વખતે આ વાતો નું રાખો ધ્યાન

ફળ ખરીદવા ની પહેલા એને સૂંઘી ને જુઓ. જો તમને એમાંથી કેમિકલ ની વાસ આવી રહી છે તો એને ન લો.
ફળ જ્યારે પણ ખરીદી ને લાવો તેને પાણી થી સારી રીતે સાફ કરો.
જ્યારે તમે કેરી ખાવા માંગો છો તો એની પહેલા 5 મિનિટ હૂંફાળા પાણી માં પલાળી દો. એના પછી એક વાર સાદા પાણી થી ધોઈ લો અને પછી ખાઓ.

આ વાત માં કોઈ શક નથી કે કેરી ખાવું સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભદાયક હોય છે. બસ તમારે એ નક્કી કરવું પડશે કે તમે બજાર થી જે કેરી ખરીદી ને લાવી રહ્યા છો એમાં કેમિકલ નો ઉપયોગ કરવા માં આવ્યો છે કે નહીં.

નોટ : આ જાણકારી નેટ પર હાજર કન્ટેન્ટ ના આધારે આપવા માં આવી છે. એની સત્યતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા ની જવાબદારી અમારી નથી. અમારી તમને આ વિનંતી છે કે કોઈ પણ ઉપાય કરવા ની પહેલા એકવાર વિશેષજ્ઞ ની સલાહ જરૂર લો.