30ની ઉંમર પછી પુરુષોમાં વધી જાય આ બીમારીઓ થવાનો ભય, આ લક્ષણોની ક્યારેય ના કરશો અવગણના…

 30ની ઉંમર પછી પુરુષોમાં વધી જાય આ બીમારીઓ થવાનો ભય, આ લક્ષણોની ક્યારેય ના કરશો અવગણના…

દોસ્તો ખોટી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે પુરુષોમાં 30 વર્ષની ઉંમર સુધીમાં ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. આ માટે જરૂરી છે કે તમે ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખો.

30 વર્ષની વયે હાડકાં નબળાં થવા લાગે છે. જેના લીધે હાડકાં સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. આ વજન ઘટાડવામાં પણ મદદ કરશે. આ સિવાય તમારે દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ.

30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે. ખાવા-પીવાની આદતોના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સાથે હૃદયના રોગોથી બચવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખો.

જો તમે નિયમિત વ્યાયામ ન કરો તો મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે અને આનાથી મેદસ્વિતા થઈ શકે છે. તેનાથી બચવા માટે આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપો.

30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં ટાલ પડવાની સમસ્યા પણ થઈ શકે છે. આ પાછળ તમારો આહાર અને જીવનશૈલી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર યુક્ત ખોરાક લો આજે દરરોજ કસરત કરો. આ સાથે તણાવ ઓછો કરો અને સમયસર સૂવાની આદત બનાવો.

30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. જેના કારણે વારંવાર ટોયલેટ જવાની અને રાત્રે પેશાબમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણોનું અવલોકન કરો અને તરત જ ડૉક્ટરની સલાહ લો.