આ 5 ધૂઆંધાર ખેલાડીઓ લગ્ન પહેલા જ બની ગયા પિતા, નામ જાણીને ઉડી જશે હોંશ….

 આ 5 ધૂઆંધાર ખેલાડીઓ લગ્ન પહેલા જ બની ગયા પિતા, નામ જાણીને ઉડી જશે હોંશ….

દોસ્તો વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટરો છે જેમણે લગ્ન પહેલા પ્રેમમાં પડીને પિતા બનવાનો આનંદ મેળવ્યો છે. આ ક્રિકેટર્સ લગ્ન પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ પિતા બન્યા છે. ક્રિકેટરોની આ અનોખી યાદીમાં એક ભારતીય પણ સામેલ છે. તો ચાલો આપણે તેમના પર એક પછી એક નજર કરીએ.

1. હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા એક એવો ભારતીય ક્રિકેટર છે, જે લગ્ન પહેલા પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઈમાં બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. ત્યારબાદ 30 જુલાઈ 2020 ના રોજ, હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે અને તે પિતા બનવાનો છે. હાર્દિક પંડ્યાએ પોતાના બાળકનું નામ ‘અગસ્ત્ય’ રાખ્યું છે.

2. જૉ રૂટ

આ યાદીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જો રૂટ એવા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે જે લગ્ન કર્યા વગર પિતા બન્યા હતા. જો રૂટ તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલને 2014થી ડેટ કરી રહ્યો હતો. તેઓ બંનેએ માર્ચ 2016માં સગાઈ કરી હતી, વર્લ્ડ કપ T20 પહેલા જો રૂટ લગ્ન વિના પિતા બન્યા હતા. જો રૂટના પુત્ર આલ્ફ્રેડનો જન્મ 7 જાન્યુઆરી 2017ના રોજ થયો હતો. આ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.

3. ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર લગ્ન કર્યા વગર પિતા બની ગયો છે. 2014 માં, ડેવિડ વોર્નરની ગર્લફ્રેન્ડ કેન્ડિસે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો છે. વર્ષ 2015માં ડેવિડ વોર્નરે કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વોર્નરને ત્રણ પુત્રીઓ આઈવી, ઈન્ડી અને ઈસ્લા છે.

4. ઈમરાન ખાન

આ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન અને ક્રિકેટર રહેલા ઈમરાન ખાન પણ લગ્ન કર્યા વગર પિતા બની ગયા હતા. ઈમરાન સીતા વ્હાઈટ સાથે સંબંધ ધરાવતો હતો. સીતા અને ઈમરાનના સંબંધોની શરૂઆત 1987-88માં થઈ હતી અને બંને 1991માં નજીક આવ્યા હતા. ત્યારબાદ 1992માં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો, જે ઈમરાનનું બાળક હતું, પરંતુ ઈમરાને શરૂઆતમાં આ વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે બાદમાં ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે આ બાળક તેનું જ છે.

5. વિવિયન રિચાર્ડ્સ

વર્ષ 1980માં ભારત આવેલા રિચાર્ડ્સ ભારતની પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાને મળ્યા હતા. તેઓ બંનેનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને બંને લિવ-ઈનમાં પણ હતા. 1989માં નીનાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ મસાબા છે. જેના પછી વિવિયન રિચાર્ડ્સે મેરી સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે.

6. ક્રિસ ગેલ

આ યાદીમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો પણ સમાવેશ થાય છે, જે લગ્ન કર્યા વિના પિતા બની ગયો છે. 2017માં જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે ક્રિસ ગેલના નામ સાથે જોડાયેલા અન્ય ઘણા વિવાદો છે, પરંતુ આ કારનામું પણ ક્રિસ ગેલ દ્વારા કરવામાં આવ્યું છે.