વીરેન્દ્ર સહેવાગે પત્ની ને અનોખા અંદાજ માં આપી 16 મી એનિવર્સરી ની વધામણી, પત્ની એ આપ્યો આ સ્વીટ જવાબ

રમત ગમત

ભારત ના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ હંમેશા થી સોશિયલ મિડીયા પર પોતાના અલગ અંદાજ માટે ઓળખાય છે. કોઈ ને જન્મદિવસ ની વધામણી આપવી હોય કે પછી કોઈની મજાક ઉડાવવી . . . વીરુ નો અંદાજ હંમેશા યુનિક હોય છે.

આ વખતે ‘મુલતાન ના સુલતાન’ વીરુ એ પોતાના અંદાજ માં પત્ની આરતી ને લગ્ન ની 16 મી એનિવર્સરી ની વધામણી આપી. વીરુ એ ટ્વિટર પર પોતાની મેરેજ એનિવર્સરી ના અવસર પર પત્ની આરતી માટે એક ટ્વીટ કરતા લખ્યું –

“આ ફોટો હંમેશા યાદ અપાવે છે કે કઈ રીતે આપણે એકબીજા ના ગળે પડી ગયા હતા. 16 મી એનિવર્સરી વિવાહિત જીવન માટે તમારો આભાર આરતી સહેવાગ. તમારા કારણે હું પોતાને Archaeologist અનુભવ કરવા લાગ્યો છે. સમય વીતવા ની સાથે આપણે એકબીજા માં વધારે રસ લેવા લાગ્યા છીએ. હેપી વેડિંગ એનિવર્સરી વાઈફ જી”

આના જવાબ માં પત્ની આરતી એ કીધું, 16 વર્ષ ના લગ્ન. . . . સ્વીટ 16😋 હેપી એનિવર્સરી વિરેન્દ્ર સહેવાગ❤️”

 

View this post on Instagram

 

16 बरस की शादी……sweet16😋happy anniversary @virendersehwag ❤️❤️

A post shared by Aarti Sehwag (@aartisehwag) on

બતાવી દઈએ કે વિરેન્દ્ર સહેવાગ એ 2004 માં આરતી થી લગ્ન કર્યા હતા. વીરુ અને આરતી બંને બાળપણ ના મિત્ર હતા. સહેવાગે 2002 માં આરતી ને મજાકિયા અંદાજ માં પ્રપોઝ કર્યું હતું આરતી એ મજાક સમજી ને સ્વીકાર પણ કરી લીધો હતો. આજે આ બંને ના બે પુત્ર છે.

વીરેન્દ્ર સહેવાગે જ્યાર થી ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ શરૂ કરી એમણે વનડે ક્રિકેટ ની સકલ જ બદલી દીધી હતી વિસ્ફોટક અંદાજ માં બેટિંગ માટે ફેમસ વીરુ એ પોતાનાં ટેસ્ટ કેરિયર માં ત્રિપલ સેન્ચ્યુરી લગાવી છે. જ્યારે વનડે માં સચિન ના પછી ડબલ સેન્ચ્યુરી લગાવવા વાળા વિરેન્દ્ર સહેવાગ હતા.

વિરેન્દ્ર સહેવાગ 251 વન-ડે મેચ માં 8273 બનાવ્યા છે 15 સેન્ચ્યુરી અને 38 હાફ સેન્ચ્યુરી નો સમાવેશ થાય છે. એમણે ડબલ સેન્ચ્યુરી પણ લગાવી હતી. ત્યાં જ 104 ટેસ્ટ મેચ માં 8586 રન બનાવ્યા જેમાં 23 સેન્ચ્યુરી અને 32 હાફ સેન્ચ્યુરી નો સમાવેશ થાય છે. એમણે 6 ડબલ સેન્ચ્યુરી જ્યારે 2 ત્રિપલ સેન્ચ્યુરી પણ લગાવી હતી.