‘કોઈ મિલ ગયા’ માં જાદુના હાથમાં 6 આંગળીઓ હતી, હૃતિકે રોશનને તેનું કારણ આપ્યું

મનોરંજન

રિતિક માટે 2019 રહ્યું શાનદાર

ફિલ્મોની દ્રષ્ટિએ વર્ષ 2019 રિતિક રોશન માટે ઉત્તમ વર્ષ રહ્યું છે. તેની બંને ફિલ્મ્સ ‘સુપર 30’ અને ‘વોર’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી. બંને ફિલ્મોમાં અભિનેતાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે લોકડાઉન થવાને કારણે હૃતિક હાલમાં સેલ્ફ-ક્વૉરન્ટાઈન છે. તે દરમિયાન તેમણે જરૂરીયાતમંદો માટે સહાયનો હાથ લંબાવ્યો છે.

‘કોઈ મિલ ગયા’ પર ચાલી ચર્ચા

હૃતિક હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લોકો સાથે વાતચીત કરે છે. તાજેતરમાં જ એક પ્રશંસકે તેમને તેમની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ થી સંબંધિત એક સવાલ પૂછ્યો. જણાવી દઈએ કે, આ રિતિકના કરિયરની સૌથી મહત્વની અને બેસ્ટ ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે. આમાં એલિયન એટલે કે, જાદુના કેરેક્ટરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

ચાહકે શું પૂછ્યું?

ફેને રિતિકને ટ્વિટર પર પૂછ્યું, ‘ટીવી પર કોઈ મિલ ગયા જોઈ રહ્યો છું અને એક વિચિત્ર બાબત દેખાઈ ગઈ. શું જાદુને જાણી જોઈને એક એક્સ્ટ્રા અંગૂઠો આપવામાં આવ્યો હતો જેમ રોહિત મેહરાનો હતો જે બંને કેરેક્ટર્સને વચ્ચે કરવાનું મોટું કારણ હતું?’

રિતિકે કેવી પ્રતિક્રિયા આપી?

તેના જવાબમાં રિતિકે કહ્યું, “હા, તે એટલા માટે રાખવામાં આવ્યો હતો જેથી રોહિત તેની સાથે જોડાણ અનુભવી શકે પણ અમારે તેને થોડો ઢાંકીને રાખવો પડ્યો કારણ કે, તે એવો નહોતો દેખાઈ રહ્યો જેવો મારે જોઈતો હતો. દોસ્ત તારી નજર બહુ ચપળ છે. સુરક્ષિત રહો.”

રિતિકની પ્રશંસા થઈ હતી

ઉલ્લેખનીય છે કે રિતિકે ‘કોઈ મિલ ગયા’માં રોહિત મેહરાની ભૂમિકા ભજવી હતી, જે શરૂઆતમાં મંદબુદ્ધિ બતાવવામાં આવ્યો હતો, પણ બાદમાં તેને એક એલિયન મળી જાય છે. રોહિત અને તેની ગેંગ આ એલિયનને ‘જાદૂ’ નામ આપે છે. ભૂરા રંગના જાદુ પાસે સુપરપાવર્સ હોય છે. ફિલ્મમાં રિતિકનું પરફોર્મન્સ બધાને ખૂબ પસંદ આવ્યું હતું.