10 વર્ષની છોકરીએ શરૂ કર્યો બિઝનેસ, એક મહિનામાં કમાઈ લીધા 1 કરોડ કરતાં પણ વધારે પૈસા… જાણો કેવી રીતે…

અજબ ગજબ

દોસ્તો સફળતા મેળવવા માટે કોઈ ઉંમરની જરૂર હોતી નથી. હાલમાં 10 વર્ષની બાળકીએ આ પંક્તિઓને સાચી પાડી છે. ખરેખર, એક 10 વર્ષની છોકરીનો પોતાનો રમકડાનો બિઝનેસ છે. આ છોકરી રમકડાંના ધંધામાં મહિને કરોડો રૂપિયા કમાય છે.

તમને સાંભળીને ચોક્કસ નવાઈ લાગશે પણ આ સત્ય છે. 10 વર્ષની છોકરી તેના રમકડાના વ્યવસાયમાંથી એટલી કમાણી કરે છે કે તે 15 વર્ષની ઉંમરે આરામથી નિવૃત્તિ લઈ શકે છે અને તેની બચત ઉપરાંત વૈભવી જીવન જીવી શકે છે. પિક્સી કર્ટિસ નામની આ છોકરીએ તેની માતાની મદદથી આ બિઝનેસ શરૂ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક મહિનામાં Pixieએ 1 કરોડ 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

‘મિરર’માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી તેની માતા સાથે ફિજેટ્સ અને રંગબેરંગી પોપિંગ રમકડા બનાવે છે. તમને જણાવી દઈએ કે આ રમકડાંની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે મિનિટોમાં વેચાઈ જાય છે આટલું જ નહીં, આ 10 વર્ષની બાળકી પિક્સીના નામ પર એક હેર એક્સેસરી બ્રાન્ડ પણ છે, જે તેની માતા રોક્સીએ પોતે બનાવી છે.

રોક્સીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મારા માટે સૌથી રોમાંચક લાગણી એ છે કે મારી દીકરીએ ખૂબ જ નાની ઉંમરે કરેલી મહેનત છે, જ્યારે આ પ્રતિભા મારામાં ક્યારેય ન હતી. હું પણ સફળ થવા માંગતી હતી પણ મારી દીકરીએ આટલી નાની ઉંમરે બિઝનેસને સફળ બનાવીને મારું સપનું પૂરું કર્યું છે.

રોક્સી કહે છે કે જ્યારે તે પોતે 14 વર્ષની હતી, તે સમયે તે મેકડોનાલ્ડ્સમાં કામ કરતી હતી પરંતુ અહીંથી તે એક પગારદાર વ્યક્તિ જેટલી કમાણી કરી શકે તેટલી જ કમાણી કરી શકી હતી. રોક્સીએ કહ્યું, ‘મારી દીકરીના કારણે જ મને મહેનતુ બનવાની તક મળી અને એ ખુશીની વાત છે કે મારી દીકરીને આટલી નાની ઉંમરમાં એ બધું મળ્યું જે મને હવે મળી રહ્યું છે.’

રોક્સીએ કહ્યું, ‘અમે પિક્સી માટે તમામ પ્લાનિંગ એ રીતે કર્યું છે કે જો તે ઈચ્છે તો 15 વર્ષની ઉંમરે જ રિટાયરમેન્ટ લઈ શકે છે. પિક્સી હાલમાં સિડનીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને બિઝનેસ પણ સંભાળે છે. તમને જણાવી દઈએ કે આટલી નાની ઉંમરમાં પણ પિક્સી અને તેના ભાઈ પાસે એક કરોડ 40 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે.

નોંધનીય છે કે વર્ષ 2012માં રોક્સીએ ઓલિવર સાથે લગ્ન કર્યા હતા. રોક્સીના ઘણા વધુ સફળ વ્યવસાયો છે. આ સાથે રોક્સીનું કહેવું છે કે તે સિડનીમાં તેના બાળકો અને પતિ ઓલિવર કર્ટિસ સાથે 49.72 મિલિયન રૂપિયાની આલીશાન હવેલીમાં રહે છે.