ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની દીપિકાએ એવી જગ્યાએ બનાવ્યું છે ટેટૂ, ફેન્સ જોઈને કરી રહ્યા છે વાહવાહી…

રમત ગમત

દોસ્તો ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક તેની શાનદાર બેટિંગ માટે જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. કાર્તિકે તેની પ્રથમ પત્ની નિકિતા વણજારા સાથે છૂટાછેડા લીધા બાદ દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલની સગાઈ નવેમ્બર 2013માં થઈ હતી. ત્યારબાદ 2 વર્ષ પછી એટલે કે ઓગસ્ટ 2015 માં આ યુગલે ખ્રિસ્તી અને હિંદુ રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા.

દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ ભારતની ટોચની સ્ક્વોશ ખેલાડી રહી ચુકી છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. વળી દીપિકાએ મહિલા ડબલ્સ સ્ક્વોશ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

જોકે લગ્ન પછી દીપિકા પલ્લીકલે તેના પતિ દિનેશ કાર્તિક પર ખૂબ જ ખાસ રીતે પ્રેમ વરસાવ્યો હતો. તેણે પોતાની પીઠ પર એવું ટેટૂ બનાવ્યું છે, જેના પર બધાની નજરો થંભી ગઈ છે. આ પ્રથમ તસવીરમાં દીપિકાએ ફ્લોરલ મોનોકિની પહેરી છે. આ ફોટામાં તેની સ્ટાઈલ એકદમ કિલર લાગી રહી છે, પરંતુ તેમાં કોઈ ટેટૂ દેખાતું નથી. જોકે આગળની તસવીરમાં તેણે બ્લેક કલરનું સ્ટ્રેપી ટોપ પહેર્યું છે, જેમાં નાના ફૂલો બનાવવામાં આવ્યા છે. તેણીએ વાદળી શોર્ટ્સ સાથે આ ટોપ પહેર્યું છે. તમે જોઈ શકો છો કે તેની પીઠ પર 2 ટેટૂ છે.

દીપિકા પલ્લીકલની પાછળ અનંતનું પ્રતીક બનેલું છે, જેનો અર્થ થાય છે ‘અનંત’ અથવા ‘અસંખ્ય.’ તેની બરાબર નીચે અંગ્રેજી ભાષામાં ‘DK’ લખેલું છે, જે દિનેશ કાર્તિક માટે લખાયેલું છે. જો તમે બંને ટેટૂને એકસાથે જોશો, તો તેનો અર્થ છે ‘દિનેશ કાર્તિક સાથેનો ક્યારેય ન સમાપ્ત થતો પ્રેમ.’ દીપિકાના આ ટેટૂના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

હાલમાં જ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકના જીવનમાં નવી ખુશીઓ આવી છે. તેમની પત્ની દીપિકા પલ્લીકલે 19 ઓક્ટોબર 2021ના રોજ જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.