હિન્દુઓ અને ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહી છે. આ તહેવાર દેશ ના ખૂણે ખૂણે ધામધૂમ થી ઉજવવા માં આવે છે. રોશની થી ભરેલો આ તહેવાર સનાતન ધર્મ માટે શરૂઆત થી જ વિશેષ રહ્યો છે. આ તહેવાર નું વિશેષ મહત્વ સનાતન ધર્મ માં શરૂઆત થી જ જણાવવા માં આવ્યું છે. દિવાળી એ એક-બે નહીં પણ પાંચ દિવસ નો તહેવાર છે. દિવાળી ની શરૂઆત ધનત્રયોદશી અથવા ધનતેરસ થી જ થાય છે.
ધનતેરસ આ તહેવાર નો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ધનતેરસ નો તહેવાર કારતક કૃષ્ણ ત્રયોદશી ના રોજ ઉજવવા માં આવે છે. આ વખતે ધનતેરસ નો તહેવાર 2 નવેમ્બર, 2021 મંગળવાર ના રોજ છે.
ધનતેરસ ને ધન, સમૃદ્ધિ અને વૈભવ નું પ્રતિક માનવા માં આવે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસ ના દિવસે ભગવાન ધન્વંતરી ની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન, કારતક મહિના ના કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી ના દિવસે, ભગવાન ધન્વંતરિ હાથ માં કલશ લઈને સમુદ્ર માંથી પ્રગટ થયા હતા.
તેથી આ દિવસે ઘરેણાં, વાસણો, વાહન વગેરે ની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવા માં આવે છે. આવી સ્થિતિ માં આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જેને ધનતેરસ ના દિવસે કરવાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે.
મા લક્ષ્મી ને ભોગ ચઢાવવા નું ભૂલશો નહીં
હિંદુ ધર્મ માં પતાસા નો ઉપયોગ તમામ પ્રકાર ના તહેવારો માં ભોગ તરીકે થાય છે. તેથી આ દિવસે પણ માતા લક્ષ્મી ને પતાસા અર્પણ કરો. તેનાથી તમને દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થશે.
ઘર ની તિજોરી પર ઘુવડ નું ચિત્ર ચોંટાડો
દેવી લક્ષ્મી નું વાહન ઘુવડ નકારાત્મક ઊર્જા નો નાશ કરે છે. આવી સ્થિતિ માં ઘર માં જ્યાં પણ પૈસા રાખો ત્યાં ધનતેરસ ના દિવસે ઘુવડ ની તસવીર લગાવો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
આખા ધાણા નો કમાલ
ધનતેરસ ના દિવસે 5 રૂપિયા ના આખા ધાણા લો અને તેને દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ ની સામે રાખો. ભગવાન ની સામે તમારી ઈચ્છા કહ્યા પછી તેને માટી માં દાટી દો. તે ધાણ ને તિજોરી માં પણ રાખો.
દીવા ના ફાયદા
જો તમે આર્થિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છો અને તમે દેવ માં છો તો ધનતેરસ ના દિવસે 5 રૂપિયા નો દીવો ખરીદો અને માળા બનાવી ને ઘર ની બહાર પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
ધનતેરસ મુહૂર્ત 06:18:22 થી 08:11:20 સુધી. આ સમયગાળા દરમિયાન પૂજા અને ખરીદી બંને કરી શકાય છે.
વૃષભ સમયગાળો – સાંજે 06:18 થી 08:14 સુધી. નિશિતા મુહૂર્ત – રાત્રે 11:16 થી 12:07 સુધી.
દિવસ ચોઘડિયા
લાભ – સવારે 10:43 થી 12:04 સુધી.. અમૃત- બપોરે 12:04 થી 1:26 થી.. શુભ- બપોરે 02:47 થી 04:09 સુધી..
રાત્રિ ચૌઘડિયા
લાભ 07:09 થી 08:48 સુધી, શુભ – 10:26 થી 12:05.. અમૃત – 12:05 થી 01:43 સુધી..
અભિજીત મુહૂર્તઃ સવારે 11:42 થી 12:26 સુધી, આ મુહૂર્ત ખરીદી માટે શુભ છે. વિજય મુહૂર્ત: બપોરે 01:33 થી 02:18 સુધી. સંધિકાળ મુહૂર્ત: સાંજે 05:05 થી 05:29 સુધી.. પ્રદોષ કાલ: 5:35 મિનિટ અને 38 સેકન્ડ થી 08:11 મિનિટ અને 20 સેકન્ડ. આ સમયગાળા દરમિયાન પૂજા કરી શકાય છે.