આખરે કેમ ગુરમીત દેબીના ને કરવા પડ્યા હતા બે વાર લગ્ન? સોશિયલ મીડિયા પર વાયરલ થયો કપલ નો વેડિંગ આલ્બમ

 આખરે કેમ ગુરમીત દેબીના ને કરવા પડ્યા હતા બે વાર લગ્ન? સોશિયલ મીડિયા પર વાયરલ થયો કપલ નો વેડિંગ આલ્બમ

વાત કરીએ ટીવી ના ચર્ચિત કપલ ની તો ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી નું નામ જરૂર આવે છે. બંને ટીવી ઈન્ડસ્ટ્રી ના ઓળખીતા ચહેરા છે. હમણાં જ 18 એપ્રિલ એ દેબીના એ પોતાનો 37 મો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસ પછી થી આ કપલ લાઈમલાઈટ માં આવી ગયો. સોશિયલ મીડિયા પર એમને લઈ ને ઘણા પ્રકાર ના કિસ્સા વાયરલ થઈ રહ્યા છે. બતાવી દઇએ કે, આ જોડી ને ત્યાર થી લોકો પસંદ કરે છે જ્યારે વર્ષ 2008 માં પ્રસારિત થયેલી રામાયણ માં બંને સાથે દેખાયા હતા. આ શો માં ગુરમીત એ ભગવાન શ્રીરામ અને દેબીના એ માતા સીતા નું પાત્ર કર્યું હતું. બંને ની ઓનસ્ક્રીન જોડી લોકો ને ઘણી પસંદ આવી. વર્ષ 2011 માં ગુરમીત અને દેબીના એ લગ્ન કરી લીધા. બતાવી દઈએ કે, ઉંમર માં દેબીના ગુરમીત થી 4 વર્ષ મોટી છે.

2006 માં થયા હતા પહેલા લગ્ન

જ્યાં ગુરમીત બિહાર થી આવે છે ત્યાં જ દેબીના બંગાળી છે. ગુરમીત એક ઈન્ટરવ્યૂ ના સમયે લગ્ન ને લઈ ને એક ખુલાસો કર્યો હતો, જેને જાણ્યા પછી ફેંસ ઘણા હેરાન થઈ ગયા હતા. ગુરમીતે સોશિયલ મિડીયા પર પોતાના લગ્ન ના કેટલાક ફોટો શેર કર્યા હતા. ફોટો ને શેર કરતા કેપ્શન આપ્યું હતું, “જ્યારે હું અને દેબીના લગ્ન માટે ‘સાથીયા’ સ્ટાઇલ માં ભાગ્યા.” એમ તો બધા જાણે છે કે ગુરમીત અને દેબીના ના લગ્ન વર્ષ 2011 મા થયા હતા, પરંતુ ગુરમીતે બતાવ્યું કે બંને ના લગ્ન વર્ષ 2006 માં થઈ ચૂક્યા હતા.

ગુરમીતે બતાવ્યું કે એક ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટ ના સમયે એ પહેલીવાર વર્ષ 2006 માં દેબીના થી મળ્યા હતા. ગુરમીત દેબીના ની રૂમમેટ ના બોયફ્રેન્ડ ના મિત્ર હતા, એટલા માટે હંમેશા એમનું ઘરે આવવા જવા નું રેહતું. ધીરે-ધીરે ગુરમીત અને દેબીના ની મિત્રતા વધવા લાગી અને એક દિવસ બંને પોત પોતાના પ્રેમ નો એકરાર કરી દીધો. એના પછી બંને ના ઘરવાળા ને બતાવ્યા વગર સિક્રેટ મેરેજ કરી લીધા. વાસ્તવ માં, બંને શ્યોર ન હતા કે એમના ઘર વાળા આ સંબંધ ને મંજૂરી આપશે કે નહીં, આ કારણ થી એમને આ કદમ ઉઠાવવું પડ્યું.

2011 મા કર્યા હતા બીજા લગ્ન

પતિ પત્ની ઓર વો ના સેટ પર ગુરમીતે દેબીના ને લગ્ન માટે ફરીવાર પ્રપોઝ કર્યું હતું. દેબીના એ ગુરમીત ના પ્રપોઝલ ને એક્સેપ્ટ કરી લીધું અને ગુરમીત એ એમને ડાયમંડ રિંગ પહેરાવી. વર્ષ 2011 માં જોડી એ ઘરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા. પછી થી બંને નજીક ના સંબંધી અને મિત્રો માટે એક શાનદાર રિસેપ્શન પાર્ટી રાખી. બતાવી દઈએ કે, વર્ષ 2017 માં ગુરમીત દેબીના એ બે બાળકીઓ ને દત્તક લીધો છે.

ગુરમીત બોલિવૂડ માં પણ કરી ચૂક્યા છે કામ

ગુરમીત એ ઇન્ટરવ્યૂ માં કીધું હતું કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની પુત્રી ના લગ્ન એક એવા છોકરા ની સાથે થાય જે સારું એવું કમાતો હોય. પરંતુ એ સમયે મારી પાસે કંઈ નહોતું. મારી પાસે હતું તો માત્ર દેબીના નો સપોર્ટ. એને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ હું જરૂર કંઈક બની જઈશ. ગુરમીત બોલિવૂડ માં પણ હાથ અજમાવી ચૂક્યા છે ત્યાંજ દેબીના ટીવી ની પોપ્યુલર એક્ટ્રેસ છે. ગુરમીત ખામોશીયા, વજહ તુમ હો અને પર્યટન જેવી ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે. ગુરમીત ની ઇન્ડોનેશિયા માં પણ સારી એવી ફેન ફોલોઇંગ છે. ત્યાં ના ઘણા ટીવી શો માં એ દેખાઈ ચૂક્યા છે.