ગુડ ન્યૂઝ : રામાયણ ના પછી દુરદર્શન પર દર્શન આપવા જઈ રહ્યા છે ‘શ્રી કૃષ્ણ’, આ દિવસ થી થશે પ્રસારણ

 ગુડ ન્યૂઝ : રામાયણ ના પછી દુરદર્શન પર દર્શન આપવા જઈ રહ્યા છે ‘શ્રી કૃષ્ણ’, આ દિવસ થી થશે પ્રસારણ

લોકડાઉન ના કારણે દરેક ઘર માં નકામા બેઠા છે. આવા માં ઘણા લોકો ને કંટાળા નો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં લોકડાઉન ના કારણે ટીવી પર કોઈ નવો શો અથવા નવા એપિસોડ નથી આવી રહ્યા. કોરોના વાયરસ ના ડર થી બધા સિરિયલ ની શૂટિંગ બંધ છે. આવી સ્થિતિ માં આપણાં કંટાળા ને દૂર કરવા માટે દૂરદર્શન સારા પ્રયત્ન કરી રહ્યું છે. દૂરદર્શન વિતેલા જમાના ના ફેમસ સિરિયલ નું પ્રસારણ ફરી થી સ્ટાર્ટ કરી દીધું છે. એનાથી દુરદર્શન ની ટીઆરપી ઘણી વધી ગઈ છે.

દુરદર્શન જેટલા પણ શો ફરીવાર પ્રસારિત કરી રહ્યું છે એમાં રામાયણ અને મહાભારત સૌથી વધારે લોકપ્રિય રહ્યા. ખાસ કરીને રામાયણ ને લઈ ને લોકો માં એવો જ ઉત્સાહ દેખાયો જેવો વીતેલા જમાના માં રહેતો હતો. હમણાં જ 18 એપ્રિલ રામાનંદ સાગર ની રામાયણ નો અંત થયો. જોકે હવે ઉત્તર રામાયણ નું પ્રસારણ શરૂ થઈ ગયું છે. જલ્દી એનો પણ અંત થઈ જશે. આવા માં જો તમે વિચારી રહ્યા છો કે હવે ઘરે બેઠા બેઠા કયું પૌરાણિક સિરિયલ જોઈશું તો ટેન્શન ના લો. દુરદર્શન તમારા માટે નવી વ્યવસ્થા કરી દીધી છે. વાસ્તવ માં દુરદર્શન જલ્દી ‘શ્રી કૃષ્ણ’ સિરિયલ નું પ્રસારણ કરશે.

તમારી જાણકારી માટે બતાવી દઇએ ‘શ્રી કૃષ્ણ’ ને પણ રામાનંદ સાગર એ બનાવ્યું છે. એનું પ્રસારણ દૂરદર્શન પર 1996 મા થયું હતું. બીજા પૌરાણિક શો ની લોકપ્રિયતા ને જોતા દુરદર્શન એકવાર ફરી  શ્રી કૃષ્ણ’ નું પ્રસારણ કરી દર્શકો નું દિલ જીતવા જઈ રહ્યો છે. આ વાત ની જાણકારી પોતે ડીડી નેશનલ એ પોતાના અધિકારિક ટ્વિટર અકાઉન્ટ પર આપી. એમણે મોર ના પંખ નો એક ફોટો શેર કરતા કેપ્શન માં લખ્યું, “ખુશખબરી અમારા દર્શકો માટે!! જલ્દી આવી રહ્યું છે “શ્રી કૃષ્ણ”@DDNational પર.”

આ ખબર ને સાંભળી દર્શકો ઘણા ખુશ થઈ ગયા. એમણે શો ને લઈ ને અલગ અલગ પ્રતિક્રિયા આપી.

 

બતાવી દઇએ કે રામાયણ અને મહાભારત ના સિવાય દૂરદર્શન એ શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, દેખ ભાઈ દેખ, બુનિયાદ, સર્કસ અને ઉપનિષદ ગંગા, ધ જંગલ બુક સહિત ઘણા જૂના ટીવી શો નું પુનઃ પ્રસારણ શરૂ કરી દીધું છે. આટલું જ નહીં જુના શો ને લઈ ને દર્શકો નો પ્રેમ જોઈને દુરદર્શન ‘ડીડી રેટ્રો’ નામ ની ચેનલ પણ લોન્ચ કરી. આ ચેનલ પર માત્ર જુના પોપ્યુલર સીરીયલ પ્રસારણ કરવા માં આવશે.