આ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની કરી જાહેરાત, જાતીય શોષણના આરોપમાં જેલવાસ ભોગવી ચૂક્યો છે…

રમત ગમત

દોસ્તો બાંગ્લાદેશના દિગ્ગજ ફાસ્ટ બોલર રૂબેલ હુસૈને તેના ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. ઝડપી બોલર રુબેલ હુસૈને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. રૂબેલ હુસૈને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે

તમને જણાવી દઈએ કે રૂબેલ હુસૈને બાંગ્લાદેશ માટે 27 ટેસ્ટ મેચમાં 36 વિકેટ લીધી છે. રૂબેલ હુસૈને વર્ષ 2009માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં રૂબેલ હુસૈનનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 166 રનમાં 5 વિકેટ રહ્યું છે. આ મેચમાં રૂબેલ હુસૈને કુલ 210 રન બનાવ્યા હતા. તેનો ઈકોનોમી રેટ 3.93 છે.

તમને જણાવી દઈએ કે રૂબેલ હુસૈન પર વર્ષ 2015માં પણ બળાત્કારનો આરોપ છે. બાંગ્લાદેશની એક અભિનેત્રીએ રૂબેલ હુસૈન પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં, 2015માં બાંગ્લાદેશી અભિનેત્રી નાઝનીન અખ્તરે રૂબેલ હુસૈન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

આ કેસમાં રૂબેલ હુસૈનની ઘણી બદનામી થઈ હતી અને તેને ત્રણ દિવસ જેલમાં રહેવું પડ્યું. જો કે રૂબેલ હુસૈનને 2015ના વર્લ્ડ કપ પહેલા જામીન મળી ગયા હતા અને તેણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી બાંગ્લાદેશી અભિનેત્રી નાઝનીન અખ્તરે પણ પોતાનો કેસ પાછો ખેંચી લીધો હતો.