કોરોના માં રામબાણ સાબિત થઈ રહી છે પ્લાઝમા થેરાપી, જાણો આ થેરાપી ના વિશે

 કોરોના માં રામબાણ સાબિત થઈ રહી છે પ્લાઝમા થેરાપી, જાણો આ થેરાપી ના વિશે

કોરોના થી લડવા માં પ્લાઝમા થેરાપી લાભદાયક સાબિત થઇ રહી છે અને આ થેરાપી ની મદદ થી કોરોના સંક્રમિત લોકો નો ઇલાજ થઈ રહ્યો છે.

કોરોના થી લડવા માં પ્લાઝમા થેરાપી રામબાણ સાબિત થઈ રહી છે અને આ થેરાપી ની મદદ થી કોરોના સંક્રમિત લોકો નો ઇલાજ કરવા માં આવી રહ્યો છે. વાસ્તવ માં હમણાં જ દિલ્હી માં એક પ્રાઈવેટ હોસ્પિટલ એ કોરોના મરીજ પર પ્લાઝમા થેરાપી નો ઉપયોગ કર્યો હતો અને આ થેરાપી થી કોરોના નો મરીજ સારો થઈ ગયો હતો.

શું હોય છે પ્લાઝમા થેરાપી

કોરોના વાયરસ ના ઈલાજ માટે પ્લાઝમા થેરાપી નો ઉપયોગ કરવા માં આવ્યો અને આ થેરાપી અંતર્ગત કોરોના સંક્રમિત મરીજો ને પ્લાઝમા આપવા માં આવે છે જે કોરોના વાયરસ થી સારા થઈ ગયેલા મરીજ નો હોય છે. અને સરળ શબ્દો માં જો આ થેરાપી ને સમજવા માં આવે તો તેની અંતર્ગત કોરોના સંક્રમણ થી સારા થઈ ગયેલા મરીજ ના લોહી થી પ્લાઝમા કોરોના પીડિત મરીજ ને આપવા માં આવે છે.

મેક્સ હેલ્થ ગ્રુપ ના ડાયરેક્ટર ડોક્ટર સંદીપ બુદ્ધિરાજા ના પ્રમાણે પ્લાઝમા થેરાપી આપવા માટે જરૂરી હોય છે કોઈ એવો મરીજ મળે જે કોરોના વાયરસ સંક્રમણ થી સારો થઈ ગયો હોય અને 14 દિવસ થઈ ગયા હોય. આ મરીજ નો પ્લાઝમા કોરોના સંક્રમિત વ્યક્તિ ને આપવા માં આવે છે અને આવું કરવા થી કોરોના પીડિત વ્યક્તિ જલ્દી રિકવર કરી લે છે.

બુદ્ધિરાજા એ બતાવ્યું કે આ થેરાપી થી એક વ્યક્તિ નો ઈલાજ કરવા માં આવ્યો છે. આ ઈલાજ ની અંતર્ગત મરીજ ને મહિલા ડોનર નો પ્લાઝમા આપવા માં આવ્યો. જે વ્યક્તિ ને પ્લાઝમા થેરાપી આપવા માં આવી દિલ્હી ના ડિફેન્સ કોલોની નો હતો. આ મરીજ ના પિતા ની કેટલાક દિવસો પહેલા કોરોના થી મૃત્યુ થઈ હતી તેમની માતા અને બહેન કોરોના થી રિકવર થઈ ચૂક્યા હતા. આ વ્યક્તિ 8 એપ્રિલ એ એડમિટ થયા હતા અને એમને સારું કરવા માટે પ્લાઝમા થેરેપી આપવા મા આવી. આ મરીજ ની માતા ના કહેવા પર એમને આ થેરેપી આપવા માં આવી.

કેટલું પ્લાઝમા આપવા માં આવે છે

આ થેરેપી ની અંતર્ગત મરીજ ને એકવાર માં 200ml પ્લાઝમા આપવા માં આવે છે. આ થેરેપી માટે રિકવર થયેલા વ્યક્તિ થી 400ml પ્લાઝમા કાઢી શકાય છે, ડોક્ટરો ના પ્રમાણે પ્લાઝમા થેરાપી કર્યા પછી જો કોરોના વાયરસ થી રિકવર થયેલા હજુ વધારે મરીજ આગળ આવે છે તો 2 મરીજો નો જીવ બચાવી શકાય છે.

કેટલી છે કિંમત

ડોક્ટરો ના પ્રમાણે આ થેરાપી ને કરવા 12000 નો ખર્ચો આવી શકે છે. જ્યારે સરકારી હોસ્પિટલ માં આ કિંમત ઓછી હોઈ શકે છે. અત્યાર સુધી કોરોના વાયરસ ની કોઈ પણ દવા બજાર માં નથી આવી. આવા મા પહેલા થી હાજર દવાઓ અને ઉપાયો ની મદદ થી કોરોના વાયરસ નો ઈલાજ કરવા માં આવી રહ્યો છે. જોકે ઘણી બધી કંપનીઓ એ કોરોના ની દવા તૈયાર કરી લીધી છે. પરંતુ અત્યાર સુધી એનું પરીક્ષણ પૂરું નથી થયું અને આ પરીક્ષણ પૂરું થવા માં અત્યારે પણ એક વર્ષ નો સમય લાગી શકે છે. આવા માં કોરોના નો ઈલાજ કરવા માટે ડોક્ટર હાજર દવાઓ નો ઉપયોગ આ બીમારી ને સારું કરવા માટે કરી રહ્યા છે. ઘણા દેશો માં મેલેરિયા ની દવાઓ નો ઈલાજ માં ઉપયોગ કરવા માં આવી રહ્યો છે.