આ છે ગુજરાતીનો વટ્ટ, દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી, જાણો શું છે કિંમત

અજબ ગજબ ગુજરાત ની મહિમા

વિશ્વની સૌથી મોંઘી કારની કિંમત સાંભળીને આખો સામે અંધારા આવી જશે

લોકો તેમની પ્રતિષ્ઠા બનાવવા અને બતાવવા માટે વિશ્વથી કંઇક અલગ કરવા માંગતા હોય છે, અને આ ગુજરાતી લોકો પણ વિશ્વના ઘણા સ્થળોમાં હંમેશાં મોખરે જોવા મળે છે. એવા જ ગુજરાતીએ એક કાર ખરીદી અને તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચામાં આવવા લાગ્યા.

દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદનાર અમદાવાદના એક બિલ્ડરના સમાચાર આજે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. અમદાવાદના ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપકભાઇ મેવાડાએ વિશ્વની સૌથી મોંઘી બેન્ટલી કંપની પાસેથી ફ્લાઈંગ સુપર કાર ખરીદી છે. દીપકભાઇએ 6 મહિના પહેલા જ આ કાર ખરીદવા માટે બુકિંગ કરાવ્યું હતું, ત્યારે જઈને આ કાર તેમને મળી છે.

પરંતુ ભારતમાં આવી 3 કારો જ છે, જેમાં આ કારની પહેલી ડિલીવરી અમદાવાદના દિપક મેવાડાને મળી હતી. જેના કારણે પણ અત્યારે તેઓ ચર્ચામાં છે.

દીપક મેવાડાએ જણાવ્યું હતું કે, “બેંટલી કંપનીની આ કાર ફરીથી લોંચ કરવામાં આવી છે, જે ફક્ત 3 મહિના પહેલા જ તેમના દ્વારા બુક કરાઈ હતી અને તેની પહેલી ડિલીવરી અમદાવાદમાં મળી છે. બાકીની ત્રણ કાર દિલ્હી, બેંગ્લોર અને ડીલરોને પહોંચાડવામાં આવશે.”

જો આપણે બેન્ટલી કંપનીની આ ફ્લાઈંગ સુપર કાર વિશે વાત કરીએ તો આ કાર હાથથી બનાવેલી છે, અને તેનું એન્જિન પણ શક્તિશાળી છે.સાથે આ કારનું ઇન્ટિરિયર પણ તમારી ઈચ્છા મુજબનું તમારી રીતે પણ કરાવી શકો છો. જો તમે કારના ફીચર્સ પર નજર નાખો તો આ કારની અંદર 3000 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે. કારની સ્પીડ ૩૩૩ કિ.મી. કલાક દીઠ છે.

તે ફક્ત 2.5 સેકંડમાં 0 થી 100 ની ગતિએ પહોંચી શકે છે. આ કાર પેટ્રોલ પર ચાલે છે અને જો આપણે તેના માઇલેજની વાત કરીએ તો, આ કાર પ્રતિ લિટર 5 કિલોમીટરનું માઇલેજ આપે છે, જેમાં એકવાર ટાંકી ભરાઈ જાય ત્યારે તમે 205 કિલોમીટર સુધી જઈ શકો છો.

આ કારની કિંમત જાણીને પણ આંચકો લાગ્યો છે. દીપકભાઇએ આ કારને ખરીદવા માટે ઓન-રોડ રૂ 5.60 કરોડ ચૂકવ્યા છે, તેથી તમે કલ્પના કરી શકો છો કે આ કાર કેવી હશે.

પરંતુ એટલું તો કહેવું જ રહ્યું, ગુજરાતીને કોઈ ના પહોંચી વળે…!!