બુધવારે આ કામ ને કરવા થી મળશે શુભ ફળ, પરંતુ કેટલાક કામો થી રહેવું પડશે દૂર

ધર્મ

બુધવાર ના દિવસે ભગવાન ગણેશ ની પૂજા આરાધના સૌથી ઉત્તમ માનવા માં આવે છે. એવું બતાવવા માં આવે છે કે આ દિવસે કેટલાક સાધારણ ઉપાય કરવા થી વ્યક્તિ પોતાના જીવન ની પરિસ્થિતિઓ માં સુધારો કરી શકે છે. ભગવાન ગણેશજી ને બધા દેવતાઓ માં પ્રથમ પૂજનીય માનવા માં આવ્યું છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજાપાઠ માં પહેલા ગણેશજી ની પૂજા કરવા માં આવે છે. એવું માનવા માં આવે છે કે સર્વ પ્રથમ ગણેશજી ની પૂજા કરવા થી બધી બાધાઓ દૂર થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા માં આવે તો બુધવાર નો દિવસ ભગવાન ગણેશ અને લાલ પુસ્તક ના પ્રમાણે દુર્ગા માતા નો દિવસ છે. જે લોકો નું મસ્તિષ્ક નબળું છે, એમને બુધવાર નો ઉપવાસ જરૂર કરવો જોઈએ. એનાથી બુદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને લેખ ના માધ્યમ થી બુધવાર ના દિવસે કયા કાર્ય કરવા જોઈએ અને કયા કાર્ય ન કરવા જોઈએ? એના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

બુધવાર ના દિવસે કરો આ કામ

 • બુધવાર ના દિવસે કોરા સિંદૂર નું તિલક લગાવવું શુભ માનવા માં આવે છે.
 • તમે બુધવાર ના દિવસે દુર્ગા માતા ના મંદિરે જરૂર જાઓ.
 • જો તમે બુધવાર ના દિવસે ધન નો સંચય કરો છો તો એવું માનવા માં આવે છે કે એમાં ધન ની ઉન્નતિ થશે.
 • બુધવાર ના દિવસે પૂર્વ, દક્ષિણ અને નૈઋત્ય દિશા ની યાત્રા કરવી શુભ માનવા માં આવે છે. આ દિશા માં કરવા માં આવેલી યાત્રા સફળ રહેશે.
 • તમે બુધવાર ના દિવસે લેખનકાર્ય, મંથન, મંત્રણા કરી શકો છો. આ બધા કાર્ય માટે આ દિવસ ઘણો શુભ માનવા માં આવે છે.
 • જે લોકો જ્યોતિષ ના ક્ષેત્ર માં છે. શેરબજાર અને દલાલી જેવા કામ કરે છે, એમના માટે બુધવાર નો દિવસ ઘણુ શુભ માનવા માં આવે છે.
 • જો તમે ઇચ્છો છો કે તમારા ઘર પરિવાર માં સુખ શાંતિ રહે અને બધી બીમારીઓ નો નાશ થાય તો તમે બુધવાર ના દિવસે મંદિર ની બહાર બેઠેલી કોઈપણ કન્યા ને આખી બદામ આપો. એનાથી ઘર ની બીમારી દૂર થઈ જાય છે.

બુધવાર ના દિવસે ભૂલી ને પણ ન કરો આ કામ

 • બુધવાર ના દિવસે લીલી શાકભાજી નો ઉપયોગ કરવો શુભ નથી માનવા માં આવતું.
 • બુધવાર ના દિવસે કોઇપણ પ્રકાર ના લેન-દેન ન કરો. વિશેષ રીતે તમે ધન ની લેન-દેન કરવા થી બચો, કારણકે એના લીધે ધન થી જોડાયેલી મુશ્કેલીઓ પડે છે.
 • બુધવાર ના દિવસે કોઈ યાત્રા પર જઈ રહ્યા છો તો આ વાત નું ધ્યાન રાખો કે એ દિવસે ઉત્તર, પશ્ચિમ અને ઈશાન દિશા ની યાત્રા કરવા થી બચો.
 • બુધવાર ના દિવસે છોકરી ની માતા એ આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે એ માથું ન ધુએ કારણકે એના લીધે છોકરી નો સ્વાસ્થ્ય બગડી શકે છે, આના સિવાય ઘણા દુઃખ નો સામનો કરવો પડે છે.

ઉપર ની જાણકારી તમને બુધવાર ના દિવસે કયા કાર્ય કરવા જોઈએ અને કયા કાર્ય ન કરવા જોઈએ, એના વિશે બતાવવા માં આવ્યો છે. જો તમે આ વાતો નું ધ્યાન રાખો છો તો તમારા જીવન ની ઘણી મુશ્કેલીઓ થી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. શાસ્ત્રો ના પ્રમાણે આ બધી વાતો ઘણી મહત્વપૂર્ણ માનવા માં આવી છે. જો તમે બુધવાર ના દિવસે આ બધી વાતો નો અમલ કરો છો તો, તમને શુભફળ ની પ્રાપ્તિ થશે.