જુનાગઢમાં ઓનર કિલિંગમ, પુત્રીએ ભાગીને લગ્ન કરતા પિતાએ આપધાત કર્યો ત્યારથી જ ભાઇ કુહાડી લઇને ફરતો હતો

સમાચાર

પોલીસને શંકા છે કે બુધવારે જુનાગઢમાં યુગલની હત્યા પાછળ યુવતીનો ભાઈ હતો. ઓનર હત્યાની ઘટનામાં વંથલી-કેશોદ હાઇવે પર 24 વર્ષીય સંજય રામ અને તેની પત્ની ધારાને કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોર ધારાનો ભાઈ હોવાની શંકા છે જેણે સંજયની સાથે બાઈક પર જઈ રહેલી તેની બહેન વનીતાને છોડી મૂકી હતી.

જૂનાગઢ દંપતી હત્યા : પુત્રીએ ભાગીને લગ્ન કરતા પિતાએ આપધાત કર્યો ત્યારથી જ ભાઇ કુહાડી લઇને ફરતો હતો

પરિવારે સંજય અને ધારાના સંબંધોનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓ જુદી જુદી જાતિના છે, તેમ છતાં તેઓએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા. ધારાના પિતાએ તેમના લગ્ન પછી આત્મહત્યા કરી હતી, જે ઘટના આશરે ચાર મહિના પહેલા બની હતી.

જુનાગઢના એસપી સૌરભસિંહે જણાવ્યું હતું કે ધારાનો ભાઈ ડબલ મર્ડર બાદથી ફરાર છે. અમને તેમની સંડોવણી અંગે ખૂબ જ શંકા છે. અમને ખબર પડી કે તે તેની બહેન ઉપર તેના પિતાની આત્મહત્યાથી ખૂબ ગુસ્સે હતો. ‘હાલમાં આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

વંથલી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર એન.બી ચૌહાણે કહ્યું, સંજય અને ધારા લગ્ન બાદ રાજકોટમાં રહેવા જતા રહ્યા હતા. પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરાવવાનું હોઈ તે બંને કેશોદ પોતાની બહેનના ઘરે આવ્યા હતા. તેની બીજી બહેન વનીતા નંદાણીયા જુનાગઢથી તેમને મળવા આવી હતી. પાછા જતા સમયે તેઓ વનીતાને જુનાગઢ ઉતારીને બાઈક પર રાજકોટ જવા નીકવાના હતા.

તે દરમિયાન કોઈ તેમની પાછળ ગયું અને બાદમાં સંજય ઉપર કુહાડી વડે હુમલો કર્યો. જેમાં ત્રણેય બાઇક પરથી નીચે પડી ગયા હતા. આ પછી સંજય અને ધારાના માથાના ભાગે કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. જ્યારે આરોપી દ્વારા વનિતાને છોડી મૂકી હતી.

વનિતા મદદ માટે રડી રહી હતી, ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને બોલાવી તેમને જાણ કરી. પોલીસે હાલમાં ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે. જોકે, આરોપીનો ચહેરો સ્પષ્ટ નથી.