બદલ્યું નામ ત્યારે મળી ઓળખાણ, બી ટાઉન ના આ સ્ટાર્સ જેમણે ફિલ્મો માં આવવા માટે બદલી નાખ્યું પોતાનું નામ

મનોરંજન

બોલિવૂડ ની ચમક દરેક ને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા કામ કરવાવાળા દરેક સ્ટાર્સ ની ઈચ્છા સ્ટાર બનવા ની હોય છે. પરંતુ સપના તો સપના હોય છે. જરૂરી નથી કે બધા સપના પૂરા થઈ જાય. કોઈના પુરા થઈ જાય તો એ એમને પૂરા કરવા માટે ઘણી મહેનત કરે છે. બોલીવુડ માં પોતાનો સિક્કો જમાવવા માટે લોકો પોતાના નામ થી લઈ ને પોતાની સુરત પણ બદલી નાખે છે. બોલિવૂડ માં કામ કરવા માટે ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનું નામ બદલ્યું. આજે આ સ્ટાર્સ પોતાના વાસ્તવિક નામ થી નહીં પરંતુ પોતાના ઓન સ્ક્રીન નામ થી ઓળખાય છે. કોણ છે એ સેલિબ્રિટી આવો જાણીએ.

સલમાન ખાન

સલમાન ખાન નું નામ વાસ્તવ માં અબ્દુલ રાશીદ સલીમ સલમાન ખાન છે.

શ્રીદેવી

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી નું વાસ્તવિક નામ શ્રી અમ્મા યેંગર અય્યપ્પન હતું.

સની દેઓલ

સની દેઓલ નું વાસ્તવિક નામ અજયસિંહ દેઓલ છે

અમિતાભ બચ્ચન

ઘણા લોકો નહીં જાણતા હોય કે અમિતાભ બચ્ચન નું વાસ્તવિક નામ ઈન્કલાબ છે, જે એમના પિતા એ રાખ્યું હતું. નામ જ નહીં, અમિતાભ ના પિતા નું સરનેમ શ્રીવાસ્તવ હતું, જેને બદલી ને એમણે બચ્ચન કરી લીધું હતું.

મહિમા ચૌધરી

મહિમા ચૌધરી નું વાસ્તવિક નામ રીતુ ચૌધરી છે. મહિમા નું નામ ડાયરેક્ટર સુભાષ ઘઈ એ બદલ્યું.

અક્ષય કુમાર

અક્ષય કુમાર નું વાસ્તવિક નામ રાજીવ હરીઓમ ભાટિયા છે.

સની લીયોન

બેબી ડોલ સની લીયોન એ પોતાનું નામ કરનજીત કૌર વોહરા થી બદલી ને સની લીયોન રાખી દીધું હતું.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડ ની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા નું વાસ્તવિક નામ પ્રીતમ સિંહ ઝિન્ટા છે.

અજય દેવગન

સિંઘમ અજય દેવગન નુ વાસ્તવિક નામ વિશાલ દેવગન છે.

કેટરીના કેફ

બોલિવૂડ ની ફેમસ હિરોઇન કેટરીના કેફ નો વાસ્તવિક નામ કેટ તુર્કોટે છે.

શિલ્પા શેટ્ટી

ફિલ્મ માં આવવા ની પહેલા શિલ્પા નું નામ અશ્વિની શેટ્ટી હતું.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમ નું વાસ્તવિક નામ ફરહાન અબ્રાહમ છે, ફિલ્મો મા આવવા ની પહેલા બદલી લીધું હતું.

રેખા

સદાબહાર અભિનેત્રી રેખા નું નામ પહેલા ભાનુરેખા ગણેશન હતું, જેને શોર્ટ કરી ને માત્ર રેખા પોતાનું નામ રાખ્યું.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત એ પણ ફિલ્મો માં આવવા ની પહેલા પોતાનું નામ બદલ્યું. તેમનું વાસ્તવિક નામ રીમા લાંબા છે.