બોલીવુડના મોટા સ્ટાર્સ એ શોધી કાઢ્યો છે કમાણીનો નવો રસ્તો, સામાન્ય વ્યક્તિ પણ અજમાવી શકે છે આ રીત…

 બોલીવુડના મોટા સ્ટાર્સ એ શોધી કાઢ્યો છે કમાણીનો નવો રસ્તો, સામાન્ય વ્યક્તિ પણ અજમાવી શકે છે આ રીત…

દોસ્તો સામાન્ય માણસ હોય કે પછી બોલિવૂડ સ્ટાર દરેક વ્યક્તિ વધારાની કમાણી કરવા માંગે છે. જે પૈકી કેટલાક લોકો ઓવરટાઇમ કરે છે અને અમુક લોકો અલગ અલગ રોકાણ કરે છે. આજકાલ બોલિવૂડ કલાકારો નોન ફંગિબલ ટોકન્સ (NFTs) લોન્ચ કરી રહ્યા છે. આ દ્વારા બી-ટાઉનના સ્ટાર્સ લાખો રૂપિયા કમાઈ શકશે. આ ડિજિટલ એસેટમાં લોકોની રુચિ ઝડપથી વધી છે. અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી ડિજિટલ એસેટ્સ અંગે સક્રિય રહ્યા છે.

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન BollyCoin સાથે મળીને તેનું NFT કલેક્શન લાવી રહ્યો છે. બોલિકોઈનમાં અતુલ અગ્નિહોત્રી, આર્માન્ડ પૂનાવાલા અને કાયલ લોપેઝ અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. અતુલ અગ્નિહોત્રી સલમાન ખાનની બહેન અલવીરા ખાનના પતિ છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સલમાન ખાને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે NFT લોન્ચ કરવા જઈ રહ્યો છે. તે જ સમયે બિગ બી અમિતાભ બચ્ચન પણ NFT લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનના NFTમાં તેમની મૂવીના ઑટોગ્રાફવાળા પોસ્ટર સામેલ હશે.

માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં ટોચના ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ તાજેતરમાં તેમની કેટલીક પ્રખ્યાત રચનાઓનું ડિજીટલ સ્કેચ $4,000 પ્રતિ પીસમાં વેચ્યું છે. આ સિવાય ક્રિકેટરો પણ આ દિશામાં હાથ અજમાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક પણ ક્રિકેટ મેચની આર્ટ રીલની ડિજિટલ હરાજી કરી રહ્યો છે. આ મેચમાં તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેની મૂળ કિંમત 15 Ethereums એટલે કે 15 લાખ રૂપિયા છે.

હવે તમે કહેશો કે NFT શું છે? તો તમને કહી દઈએ કે NFTનું પૂર્ણ સ્વરૂપ નોન ફંગિબલ ટોકન છે. કોઈપણ અર્થવ્યવસ્થામાં નોન-ફંગીબલ એસેટને NFT કહેવાય છે. જે ભૌતિક રીતે વ્યવહાર કરતી નથી એટલે કે હાથથી વ્યવહાર કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે, જો આપણે 100 રૂપિયાની નોટ વિશે વાત કરીએ, તો તે એક જંગમ સંપત્તિ છે કારણ કે આપણે તેને આપણા હાથમાં લઈ શકીએ છીએ. તેનાથી વિપરિત નોન-ફંગીબલ એસેટ્સ છે. ખરેખર, NFT એ કોઈ વ્યવહાર નથી, તેથી તે બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીથી સંપૂર્ણપણે અલગ છે.

NFT ની મદદથી કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર પેઇન્ટિંગ, ઑડિયો, પોસ્ટર અથવા વિડિયો સરળતાથી ખરીદી અને વેચી શકાય છે. તેના બદલે તમને ડિજિટલ ટોકન્સ મળે છે. આ ડિજિટલ ટોકન્સને NFTs કહેવામાં આવે છે. NFT એ ડિજિટલ હરાજીનો એક પ્રકાર છે. NFTs દ્વારા કલાકારોને ઘણો ફાયદો થાય છે. તેઓ તેમની આર્ટવર્ક NFT કરી શકે છે, જેમાંથી બીજી કોઈ નકલ ઉપલબ્ધ નથી અને પૈસા કમાઈ શકે છે. NFTનો એક મોટો ફાયદો એ છે કે જ્યાં સુધી તમારી આર્ટવર્ક વેચાતી રહેશે ત્યાં સુધી તમારા પૈસા આવતા રહેશે એટલે કે જીવનભર તમને તેમાંથી કમાણીનો એક ભાગ મળતો રહેશે. આ સાથે આ પ્રક્રિયામાં એ પણ નક્કી કરવામાં આવે છે કે તમારી આર્ટવર્કનો કોપીરાઈટ તમારી પાસે જ રહેશે.

મોટાભાગના NFT ક્રિપ્ટોકરન્સી દ્વારા જ કરવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે અમુક વસ્તુની NFT કરવા માંગો છો તો તેના માટે જે પણ વ્યવહાર થશે તે ક્રિપ્ટોકરન્સીથી જ થશે.