બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓના બાળકો નથી જોતા તેમની ફિલ્મો, આ અભિનેત્રીના બાળકો તો કરે છે આ કામ, જાણીને નહિ કરી શકો વિશ્વાસ…

મનોરંજન

માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર, કાજોલ અને ટ્વિંકલ ખન્ના 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રીઓ રહી છે. તેઓના નામ પર સેંકડો સુપરહિટ ફિલ્મો છે. 90 ના દાયકાની આ અભિનેત્રીઓની ફિલ્મો આજે પણ પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે, પરંતુ તેમના ઘરના લોકો જ તેમની ફિલ્મોની પ્રશંસા કરતા નથી. આ બધી અભિનેત્રીઓને એક જ દુ:ખ છે કે તેઓના બાળકો તેમની ફિલ્મો જોતા નથી. હા, ઘણા બાળકોને એ ગમતું નથી કે તેમની માતા ફિલ્મના હીરો સાથે રોમેન્ટિક સીન કરી રહી છે, જ્યારે ઘણા બાળકોને મૂવીઝ જોવાનું જ પસંદ નથી. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.

કરિશ્મા કપૂર


કરિશ્મા ઘણા વર્ષોથી આ ઉદ્યોગ પર રાજ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે કરિશ્મા એક શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સ્થાન બનાવી ચૂકી છે. હા, તે વાત જુદી છે કે કરિશ્માના બંને બાળકો તેની ફિલ્મો જોવામાં વધારે રસ લેતા નથી. આશ્ચર્યની વાત એ છે કે કરિશ્માના બાળકો કરીના કપૂરના ખૂબ પ્રશંસક છે અને તેઓ તેમની માતા કરતાં માસી કરીનાની વધુ ફિલ્મો જુએ છે.

જુહી ચાવલા

જુહી ચાવલાએ ઇશ્ક, ક્યામાત સે ક્યામત તક, ડર, હમ હૈ રહી પ્યાર કે અને આઈના જેવી ફિલ્મોમાં પોતાના અભિનય અભિનયથી દરેકનું હૃદય જીતી લીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે, કરોડો દિલો પર રાજ કરનારી જુહી ચાવલાની ફિલ્મો તેના પોતાના દીકરા દ્વારા જોઈ નથી. એક મુલાકાતમાં જુહી ચાવલાએ કહ્યું હતું કે તેમના પુત્રને તેની ફિલ્મો પસંદ નથી અને તેનું કારણ એ છે કે તેણીની ફિલ્મોમાં રોમેન્ટિક સીન કરે છે. જુહીએ કહ્યું કે તેનો દીકરો તેમને સ્ક્રીન પર રોમાંસ કરતા જોઈને અસ્વસ્થતા અનુભવે છે.

કાજોલ

કાજોલે ઘણા મોટા સ્ટાર્સ સાથેની બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિતના ઘણા દેશોમાં પણ કાજોલના નામની બોલબાલા છે. તેણીની એક હિટ અભિનેત્રી હોવા છતાં કાજોલના બાળકોને તેની કોઈ પણ ફિલ્મ જોવી પસંદ નથી. એક મુલાકાતમાં કાજોલ જાતે જ આ હકીકતનો ખુલાસો કર્યો હતો કે મારા બાળકોને મારી ફિલ્મો જોવાનું પસંદ કરતા નથી કારણ કે હું ઘણી ફિલ્મોમાં ખૂબ રડુ છું.

માધુરી દીક્ષિત

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ ગ્લેમરસ લાગે છે. માધુરીની પણ આવી જ સ્થિતિ છે. એક મુલાકાતમાં માધુરીએ ખુલાસો કર્યો હતો કે તેના બાળકો તેની ઘણી ફિલ્મો જોતા નથી. જોકે અત્યાર સુધી તેના બાળકોએ માધુરીની ઘણી ફિલ્મો જોઈ છે, પંરતુ જ્યારે તેઓને કોઈ સીન પસંદ આવતો નથી તો તેલ કંઈપણ ગમતું નથી, તો તેઓ માતાની ખમકો કાઢવા લાગે છે.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્નાએ તેના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જોકે ટ્વિંકલનો પુત્ર આરવ ભાગ્યે જ તેની માતાની ફિલ્મો જુએ છે. હા, આરવ તેની માતાની ફિલ્મોની મજાક પણ ઉડાવે છે. ટ્વિંકલે ખુદ એક ઇન્ટરવ્યુમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. ટ્વિંકલે કહ્યું હતું કે તેનો દીકરો આરવ તેને તેના કિસિંગ સીન પર ખૂબ જ ચીડ કરે છે અને તેની મજાક કરે છે. એકવાર ટ્વિંકલના જન્મદિવસ પર આરવે કિસિંગ દ્રશ્યોનો કોલાજ બનાવ્યો હતો.

નીતુ કપૂર

ઋષિ કપૂરની પત્ની અને જાણીતી અભિનેત્રી નીતુ કપૂરની પણ આવી જ સ્થિતિ છે. નીતુ ભૂતકાળની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રહી છે પણ શું તમે જાણો છો કે તેનો પુત્ર રણબીર માતાની વધારે ફિલ્મો જોતો નથી. રણબીરે નીતુ કપૂરની મૂવીઝ જોઈને બ્લશ કરી હતી. જોકે આજદિન સુધી રણબીરે આ માટેનું કારણ ક્યારેય કહ્યું નથી. માતાને બદલે રણબીર તેના પિતા ઋષિ કપૂરની ફિલ્મો જુએ છે અને તેને ખૂબ જ સારો અભિનેતા પણ માને છે.

નરગિસ દત્ત

ભૂતકાળની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી નરગિસ દત્ત ઘણી સુંદર અને સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. અન્ય બાળકોની જેમ સંજય દત્તને પણ તેની માતા નરગિસ દત્તની ફિલ્મો જોવી પસંદ નહોતી. હા, ખરેખર સંજય દત્ત તેની માતાને અન્ય અભિનેતા સાથે રોમાંસ કરતા જોઈને ઉદાસ થતો. તેથી જ તેણી તેની માતાની ફિલ્મો જોઈ ન હતી.